બાળકોને કૃમિ નાશક ગોળીઓ પીવડાવાશે
સુરત, તા.૧૨
સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના અસનાબાદ પ્રાથમિક શાળા ખાતે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી અંતર્ગત તાલુકા પંચાયતના પ્રમુખશ્રીમતિ જયાબેન ભગવાગરના હસ્તે શુભારંભ કરવામાં આવ્યો હતો. ઓલપાડ તાલુકાના ૪૪,૩૬૧ જેટલા બાળકોને કૃમિનાશક ગોળી આવરી લેવામાં આવનાર છે.
દર વર્ષે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસે ૧ થી ૧૯ વર્ષના તમામ શાળા-આંગણવાડીએ જતા ન જતા બાળકોને ફેબ્રુઆરી અને ઓગષ્ટ મહિનામાં બે વાર કૃમિનાશક ગોળીઓ ગળાવવામાં આવે છે. આ વેળાએ તાલુકા આરોગ્ય અધિકારી ડો.પ્રાત શેલર, પ્રા.આ.કેન્દ્રના મેડીકલ ઓફીસર ડો. લલીતાબેન ચૌધરી, આયુષ્ય મેડીકલ ઓફીસર ડો.વર્ષા ચૌહાણ, તાલુકા આરોગ્ય કચેરીના સુપરવાઈઝર શ્રીમતિ માર્યાબેન ઉપસ્થિત રહ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




