સુરત, તા. ૧૩
માંગરોળ તાલુકાના તરસાડી ગામે રહેતા દહેજ લાલચુ સાસરિયાએ માગ્યા મુજબનું દહેજ નહીં મળતા પરિણીતા પર અત્યાર સુધી ગુજારી સમાજમાં બદલાવ કરવાની ધમકી આપી હતી.
જિલ્લા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સુરત જિલ્લાના માંગરોળ તાલુકામાં આવેલા તરસાડી ગામે ભાઈલાલભાઈની વાડીમાં રહેતા યતીનભાઈ છબીલદાસ મોદીની પુત્રી રચીબેનના નજીકમાં જ રહેતા યોગેશભાઈ ચંદ્રકાંતભાઈ મહેતાના પુત્ર ભાવિનભાઈ સાથે થયા હતા. લગ્ïન બાદ મહેતા પરિવારે પોતાનું પોત પ્રકાશ્યું હતું. અને પરિણીતા સચીબેન પાસે અવર નવર દહેજની માગણી કરી હતી. માગ્યા મુજબનું દહેજ નહીં મળતા પતિ ભાવિન, સાસુ જયશ્રીબેન અને સસરા યોગેશભાઈએ પરિણીતા રચીબેન પર શારીરિક માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતુંતેમજ સમાજમાં બદનામ કરવાની અને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી આપતા હતા. આખરે દહેજ લાલચુ સાસરિયાની કંટાળી પરિણીતા રચીબેને કોસંબા પોલીસ મથકના દરવાજા ખટખટાવ્યા છે. પોલીસે રચીબેનની ફરિયાદ આધારે કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



