સુરત જિલ્લામાં જુદા જુદા ત્રણ વાહન અકસ્માતમાં ત્રણ લોકોના મોત

0
7

ત્રણેય અકસ્માતો ટ્રક અને બાઈક વચ્ચે સર્જાયા
સુરત, તા. ૧૩
સુરત જિલ્લાના માંડવી, કામરેજ અને મહુવા તાલુકામાં ગતબે દિવસના સમયગાળા દરમિયાન જુદા જુદા બનેલા વાહન અકસ્માતના ત્રણ બનાવમાં ત્રણ લોકોના મોત થયા હતા. જ્યારે એકને ગંભીર ઈજા પહોંચી હતી.
જિલ્લા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગઈ તારીખ ૧૧મીના રોજ રાબ્ત્રિના નવ વાગ્યે કીમ-માંડવી રોડ પર ઝાબ ગામના પાટિયા પાસે ટ્રક નંબર જીજે-૫-એટી-૨૦૮૧ના ડ્રાઈવરે ટ્રïક પૂરપાટ હંકારી મોટર સાઈકલને અડફેટમાં લીધી હતી. સર્જાયેલા અકસ્માતમાં બાઈક સવાર બે મિત્રો પૈકી ઉમેશનું મોતï થયું હતું. જ્યારે સવાનને ઈજા થઈ હતી. બનાવ બાદ ટ્રક મૂકી ડ્રાઈવર ભાગી ગયો હતો. મૃતક ઉમેશના મિત્ર ઝાબ ગામના હિપ્ïતતેશ રાજુભાઈ ગામીતે માંડવી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી.
મહુવાના વેલપુર રામજી મંદિર ખાતે રહેતા વેપારી પરેશભાઈ માતા પ્રસાદ પાલનો ભત્રીજા ગઈકાલે ૧૨મીના રોજ રાત્રે બાઈક પર મહુવા તાલુકાના કાછલ ગામ સંજયભાઈ સન્મુખભાઈ ઘરની સામેથી જતો હતો. દરમિયાન અજાણ્યા ટ્રકના ચાલકે અડફેટે લેતા સ્થળ પર જ થયું હતું. અકસ્માતના બનાવ અંગે મહુવા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.
પલસાણા મેઈન રોડ, દરગાહ સામે રહેતા ૪૫ વર્ષિય મનુભાઈ ઉર્ફે મનોજભાઈ છગનભાઈ પટેલ ગઈકાલે સવારે મોટર સાઈકલ નંબર જીજે-૧૯-એપી-૯૫૫૯ પર વાવ નામની સીમમાં હાઈવે પરથી પસાર થતા હતા. દરમિયાન ટ્રક નંબર જીજે-૧૦-ઝેડ-૯૯૭૮ના ચાલકે બાઇકને અડફેટે લેતા મનુભાઈ ઉર્ફે મનોજભાઈ પટેલનું ગંભીર ઈજાથી સ્થળ પર જ મોત થયું હતું. અકસ્માતના બનાવને પગલે કિશોરભાઈ છગનભાઈ પટેલની ફરિયાદ આધારે કામરેજ પોલીસે વધુ તપાસ શરૂ કરી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY