શાળા સમિતિની સામાન્ય સભામાં વિપક્ષી સભ્યોએ ટેબલો પછાડયા

0
24

વિપક્ષી સભ્યો આક્રમક બનતા સિક્યુરિટી ગાર્ડ બોલાવવાની નોબત
સુરત, તા. ૧૩
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ઈતિહાસમાં આજે મળેલી સામાન્ય સભામાં શાસક પક્ષે સિક્યુરિટી ગાર્ડને બોલાવી વિપક્ષી સભ્યોને ઘેરવાનો પ્રથમ વખત બનાવ બન્યો હતો.આજની આ સામાન્ય સભામાં કોંગ્રેસી પક્ષના સભ્ય નટુભાઈ પટેલ, શફી જરીવાલા, સુરેશ સુહાગીયાએ શાસક પક્ષને ભ્રષ્ટચારના જ મુદ્દે ઘેરી આક્રમક બન્યાં હતા તેમ છતાં શાસક પક્ષે એજન્ડા ઉપરના કામો બહુમતીના જારે મંજૂર-મંજૂર કરાવી ગણતરીની સમયમાં બોર્ડ પૂર્ણ કરી હતી.
વિપક્ષી સભ્યોએ આજના સામાન્ય સભામાં કાળી પટ્ટી ધારણ કરી બેનરો સાથે શાસક પક્ષના ભ્રષ્ટાચાર અંગે સૂત્રોચ્ચાર કર્યા હતા. વિપક્ષી સભ્યો નટુ પટેલ, શફીભાઈ જરીવાલા, સુરેશ સુહાગિયાïના જણાવ્યા મુજબ બહુમતીથી જારે શાસકરૂપે વિપક્ષી સભ્યોની ધારદાર રજૂઆતને દબાવવાનો પ્રયાસ કર્યો હતો. વિપક્ષી સભ્યોએ શાસક પક્ષની આ ચેષ્ટા સામે ટેબલ ઊંઘુવાળી દીધું હતું.
વિપક્ષી સભ્યોની રજૂઆત હતી કે ગણવેશ કૌભાંડ આચરનાર મહેક ઈન્ડસ્ટ્રીઝને રૂ. ૩૫ લાખનો દંડ ફટકારી બ્લેકલિસ્ટ કરવામાં આવે, બાળદિન નાસ્તા કૌભાંડની તપાસ કરવામાં આવે, આ તબક્કે શિક્ષણ સમિતિએ વાલીદીન વખતે નાસ્તાના પેકેટ દીઠ ખર્ચેલા રૂપિયા મુજબના નાસ્તાનું પેકેટ પણ વિપક્ષી સભ્યોએ સામાન્ય સભામાં બાંધી દેખાવો કર્યો હતો.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY