સગર્ભા પ્રેમિકાને દૂધમાં દવા પીવડાવી ગર્ભપાત કરાવી દીધો

0
10

પ્રેમી યુવક અને પરિવાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ
સુરત, તા. ૧૩
પાંડેસરામાં સગર્ભા બનેલી પ્રેમિકાને જાણ વગર દïવાવાળુ દૂધ પાય ગર્ભપાત કરાવનાર પ્રેમિï યુવકને તેની માતા અને ભાઈ-ભાભી સહિત પાંચ ઈસમો વિરુદ્ધ સ્થાનિક પોલીસે ગુનો દાખલ કર્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર પાંડેસરાï વડોદગામ, ગણેશનગર પાસે આવેલા સાંઈનગરમાં રહેતા કમલ પ્રેમદાસ પ્રજાપતિએ નજીકમાં રહેતી યુવતીને પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી અને બાદમાં અવાર નવાર શરીર સુખ માણી સગર્ભા બનાવી બે માસનો ગર્ભ રહેતા પ્રેમી કમલ પ્રજાપતિ પ્રેમિકાને પોતાના ઘરે લઈ ગયો હતો અને માતા અને ભાભી લક્ષ્મી સાથે મળી કોઈ દવાવાળુ દૂધ પીવડાવી દેતા તેણીને ગર્ભ પડી ગયો હતો. ગર્ભપાત બાબતે ઠપકો આપવા ગયેલી પ્રેમિકાની માતા તેમજ પ્રેમિકાને માર માર્યો હતો. આ બનાવ અંગે પ્રેમિકાએ આખરે દગાખોર પ્રેમી કમલ પ્રજાપતિ, તેની માતા, તેના બે ભાઈ પપ્પુ અને દીપક તથા ભાભી લક્ષ્મી વિરદ્ધ પાંડેસરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY