એલપી સવાણી રોડ પર મહાલક્ષ્મી સ્કવેરની ત્રણ દુકાનો આગની લપેટમાં

0
11

રેસ્ટોરન્ટની ચીમની હીટ થવાથી બાજુની ત્રણ દુકાનો આગમાં સળગી
સુરત, તા. ૧૩
આજે સવારે એલપી સવાણી રોડ પર મહાલક્ષ્મી સ્કવેરમાં આવેલ વનિતા સ્ટીલ સેન્ટરની દુકાનોમાં આગ લાગતા માલ સામાન અગમાં સ્વાહા થયો હતો.
ફાયર વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે સવા નવ વાગ્યાના સુમારે એલપી સવાણી સર્કલ મહાલક્ષ્મી સ્કવેરના ગ્રાઉન્ડ ફલોરમાં આવેલ દુકાન નં. જી-૧૧,૧૨ અને ૧૩માં આગ લાગી હોવાનો મેસેજ મળ્યો હતો. બનાવની જાણ થતા જ ફાયર સ્ટાફ તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી આગને કાબૂમાં લેવાનો પ્રયત્ન કર્યો હતો. આગથી વનિતા સ્ટીલ સેન્ટરરની ત્રણે દુકાનોમાં રાખેલ માલ-સામાન, એ.સી. વાયરીંગને સંપૂર્ણ નુકસાન થયું હતું. વનિતા સ્ટીલ સેન્ટરના માલિક જગદફીશ રાજપુરોહિતના જણાવ્યા અનુસાર ટીમની દુકાનના બાજુમાં આવેલ આલુ પૂરુની દુકાનમાં ચીમનીના હીટને લીધે તેમની દુકાનમાં આગ લાગી છે. આલુપુરીની દુકાનના માલિક હરેશ રમેશ ટેલરને અગાઉ જાણ કરવામાં આવી છતાં યોગ્ય પગલા ન લેતા આજે આગની ઘટના બનતાં લાખોનું નુકસાન થયું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY