નવસારી-વલસાડમાં લઘુત્તમ ૧૫ ડિગ્રી
સુરત, તા. ૧૩
દક્ષિણ ગુજરાતમાં આજે સવારથી વાદળછાયુ વાતાવરણ સર્જાયુ હતું તેમ છતાં તાપમાનમાં ગતરોજની સરખામણીએ આજે વધારો નોંધાયો છે. રાત્રે મળસ્કે ઠંડીનો અનુભવ બાદ બપોરના સમયે ગરમીનો અનુભવ થયો હતો.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકત્તમ તાપમાન ૩૫.૪ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૧૯.૬ ડિગ્રી નોંધાયું છે. ગત રોજની સરખામણીએ આજે અધિકત્તમ તાપમાનમાં ૨ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાનમાં ૩ ડિગ્રીનો વધારો નોંધાયો છે. હવામાં ભેજનું પ્રમાણ ૫૫ ટકા અને હવાનું દબાણ ૧૦૧૮ મીલીબાર નોંધાયું છે. શહેરમાં સવારથી જ ઉત્તર પૂર્વ દિશાથી કલાકના ૨ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્ના છે. નવસારીમાં આજે સવારે ન્યુનત્તમ તાપમાન ૧૫ ડિગ્રી નોંધાયું છે જે ગતરોજ ૧૨.૨ ડિગ્રી નોંધાયું હતું. વલસાડમાં આજે સવારે ન્યુનત્તમ તાપમાન ૧૫.૧ ડિગ્રી નોંધાયું છે જે ગતરોજ ૧૩.૨ ડિગ્રી નોંધાયું હતું. આમ સમગ્ર દક્ષિણ ગુજરાતમાં તાપમાનમાં આજે ગતરોજની સરખામણીએ વધારો નોîધાયો છે. આગામી દિવસોમાં ગરમી વધે તેવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યકત કરવામાં આવી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




