ફલેટ પર મોટું ધિરાણ મેળવી બારોબાર વેચી મારી છેતરપિંડી

0
6

ફલેટ ખરીદનાર સાથે ઠગાઈ કરાતા મામલો પોલીસમાં
સુરત, તા. ૧૩
સિંગણપોર દેવપ્રયાગ રેસિડેન્સીના ફલેટ ઉપર મોટી લોન લઈ ફલેટ ખરીદનાર સાથે વિશ્વાસઘાત-છેતરપિંડી કરનાર આસ્પી એન્ટરપ્રાઈઝ તથા શ્રીજી કોર્પોરેશનના ભાગીદારો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ હતી.
ચોકબજાર પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સિંગણપોર દેવ પ્રયાગ રેસિડેન્સી ફલેટ નં. બી/૪, ૧૦૪માં રહેતા જગદીશ ડાહ્નાભાઈ દેવાણીએ આરોપી આસ્મીન એન્ટરપ્રાઈઝ અને શ્રીજી કોપોરેશનના ભાગીસદારો અશ્વિન લાલજી વીરડીયા, જયંતિ લાલ રણછોડદાસ પટેલ સહિતના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીએ ખરીદેલ ફલેટ ઉપર આરોપીઅોએ મોટી રકમની લોન લઈ ફરિયાદીને ભરપાઈ કરવી પડે તેવી પરિસ્થિતિ ઊભી કરી વિશ્વાસઘાત-છેતરપિંડી કરી હતી. ચોક પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY