સ્કોર્પિયો ગાડીમાંથી રૂ.૫.૩૭ લાખનો દારૂ પોલીસે ઝડપી પાડ્યો

0
10

કામરેજ પોલીસે બે બુટલેગરોની ધરપકડ કરી
સુરત, તા. ૧૩
કામરેજ-સીમાડી ગામની સીમ ખાતેથી પસાર થતી એક સ્કોર્પિયો કારમાંથી પોલીસે બિયરની ૭૧૯૮ નંગ બોટલ, મોબાઈલ ફોન તથા સ્કોર્પિયો કાર મળી કુલ ૧૪.૫૨ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે બે બુટલેગરોની ધરપકડ કરી હતી. પોલીસે સાત બુટલેગરોને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કર્યા હતા.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ ભાવનગર જિલ્લાના કુંભારવાડા ડ્રાઈવર કોલોની ખાતેના વતની અને હાલમાં કામરેજ ટોલનાકા ખાતે રહેતા બબલુ રાજારામ યાદવ, સંજય ઉર્ફે સુલતાન વગેરેઓ સ્કોર્પિયો કારમાં જીજે-૧૫-બીબી-૨૬૬૦ બીયરની ૭૧૯૮ નંગ બોટલ કિંમત ૬.૨૭ લાખ મુકીને પસાર થતા હતા. ત્યારે કામરેજ કોસમાડી ગામ તરફ જતા પોલીસે તેને રોકી તપાસ કરતા પોલીસે બિયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો. પોલીસે સ્કોર્પિયો કાર, મોબાઈલ ફોન અને બિયરનો જથ્થો મળી કુલ રૂ.૧૪.૫૨ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે અંકિત, વીકી, સહિત સાત બુટલેગરોને વોન્ટેડ જાહેર કર્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY