નવસારી-વલસાડમાં ૧૪ અને સુરતમાં ૨૦ ડીગ્રી તાપમાન
સુરત, તા. ૧૩
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આજે તાપમાનમાં ૧ ડીગ્રીનો ઘટાડો થયો છતાં પણ દિવસે ગરમી અને રાત્રે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. સુરતમાં એક ડિગ્રી તાપમાન વધ્યુ છે જ્યારે નવસારી અને વલસાડમાં એક એક ડીગ્રી તાપમાન ઘટ્યું છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે શહેરનું અધિકતમ તાપમાન ૩૪.૬ ડીગ્રી અને ન્યુનતમ તાપમાન ૨૦.૨ ડીગ્રી નોîધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૬૭ ટકા અને હવાનું દબાણ ૧૦૧૭ મિલીબાર નોîધાયું છે. શહેરમાં સવારથી ઉત્તર પૂર્વ દિશાથી કલાકના ૩ કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ રહ્ના છે. ગતરોજની સરખામણીએ આજે સુરતમાં ૧ ડિગ્રી તાપમાન ઘટ્યું છે. નવસારીમાં આજે સવારે ન્યુનતમ તાપમાન ૧૪ ડીગ્રી નોîધાયું છે. જે ગતરોજ ૧૫ ડીગ્રી નોîધાયું હતું.
વલસાડમાં આજે સવારે ન્યુનતમ તાપમાન ૧૪.૬ ડીગ્રી નોધાયું છે. જે ગતરોજ ૧૫ ડીગ્રી નોîધાયું હતું. આમ સમગ્ર દક્ષિણ ગુજરતના વાતાવરણમાં આજે એક ડીગ્રીનો વધારો ઘટાડો નોîધાયો છે. દિવસ દરમિયાન ગરમી અને રાત્રે ઠંડીનો અનુભવ થઈ રહ્યુ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



