કૈલાશનગર જૈન સંઘમાં સુરતના ૪ સહિત ૮ મુમુક્ષુઓએ દીક્ષા ગ્રહણ કરી

0
5

દીક્ષા દાનેશ્વરી તરીકે પ્રસ્થાપિત થયેલા સુરતમાં વધુ આઠ લોકોએ સાંસારીક જીવનનો ત્યાગ કરી સંયમના પંથે પ્રયાણ કર્યુ
સુરત, તા. ૧૩
દીક્ષા દાનેશ્વરી પૂ. આચાર્ય ગુણરત્ïનસૂરિ મ.સા. આ. રવિરત્ïન સૂરિ મ.સા., આ. રશ્મિરત્ન સૂરિ મ.સા., આ.સંયમ રત્ïન સૂરિ મ.સા, આ.મુનિશરત્ïન સૂરિ મ.સા. આદિ ૩૦૦ સાધુ સાધ્વીજી મ.ની શુભ નિશ્રામાં કૈલાશનગર જૈન સંઘમાં દીક્ષા દાનેશ્વરી પૂ. આચાર્ય ગુણરત્ન સૂરિજી મ.સા. ૮-૮ મુમુક્ષુઓને સૂરિમંત્રનો મંત્ર બોલીને કરેહ કરીને એક પછી એક એમ આઠે મુમુક્ષુઓને રજાહરણઓધો અર્પણ કયુ ત્યારે આઠે આઠ મુમુક્ષુઅો ભાવપૂર્વક પ્રભુ સમક્ષ મન મુકીને નાચી ઉઠ્યા, જેમ પક્ષી પિંજરામાંથી છુટીને ગગન તરફ પ્રયાણ કરે, કેદી જેલમાંથી છુટી આનંદ માણી ઘરે પહોîચે તેમ આઠે આઠ દીક્ષાર્થઓને રજાહરણ મળતાં જ સ્વ આત્મામાં આનંદ માણ્યો.
ત્યારે મંડપમાં રહેલા સુરત શહેરના અને બહારગામથી પધારેલા હજારો નર નારીઓ એ હર્ષના આંસુ સરિત આનંદ માણ્યો.
ત્યાર પછી આઠે નૂતન દીક્ષાર્થીઓ ચંદનબાળા સાધ્વીજીનો વેશ ધારણ કરીને રંગ મંડપમાં પધાર્યા ત્યારે હજારો લોકોને તાળીઓના ગડગડાટથી સંયમ ધર્મના નારા બોલતા બોલતા આઠે દીક્ષાર્થીઓને સન્માનપૂર્વક ભાવથી અક્ષતથી વધાવ્યા તે સમયનું વાતાવરણ દેવોને પણ દુર્લભ જેવું લાગ્યું.
પછી વેશ પરિવર્તન કરી આવેલ આઠે સાધ્વીજી ભગવંતોને સાધુ ધર્મની ક્રિયા કરાવીને કેશ લુંચનની વિધિ કરી. કેશ લુંચન એટલે માથાના મધ્ય ભાગે રહેલ વાળ લેવાની વિધિ તે વાળ દિક્ષાર્થીઓના સ્નેહીઓને આપવામાં આવ્યા. અને પૂજય આચાર્ય ભગવંતે મુમુક્ષુઓને સંયમ જીવનના નવા નામોથી નવાજ્યા.
૧. કુ. મીંજલ બન્યા પૂ. સાધ્વી શ્રી મોક્ષદર્શી રેખા શ્રીજી મ.સા., ૨. કુ. સ્વીટી બન્યા પૂ. સાધ્વી શ્રી જ્ઞાનાનત્મ રેખાશ્રીજી મ.સા., ૩. કુ. પૂજા બન્યા પૂ. શ્રી પુષ્યસ્વી રેખાશ્રીજી મ.સા., ૪. કુ. ખુશી બન્યા પૂ. શ્રી જિનાત્મ રેખાશ્રીજી મ.સા., ૫. કુ.ધ્રુવી બન્યા પૂ. સાધ્વી શ્રી. ધ્યાનરુચિ રેખા શ્રીજી મ.સા., ૬. કુ.પૂજા બન્યા પૂ. સાધ્વી શ્રી પરમવીર રેખાશ્રીજી મ.સા., ૭. કુ. સ્ïનેહી બન્યા પૂ. સાધ્વી શ્રી યોગદૃષ્ટિ રેખાશ્રીજી મ.સા., ૮. કુ. મહેક બન્યા પૂ. શ્રી મોક્ષરુચિ રેખાશ્રીજી મ.સા. ત્યારે પૂ.આચાર્ય ગુણરત્ïનસૂરિજી, આ. રવિરત્ન સૂરિજી, આ.રશ્મિરત્ન સૂરિજીએ નવ દીક્ષીતોને રિતશિક્ષા ફરમાવતા જણાવ્યું કે સંયમમાં વપરાશના પાત્રા, તરપણી આદિ ઉપકરણો ફેરફાર થઈ શકશે પણ નૂતન દીક્ષીતોના નામ અમર રહેશે. સુરત શહેરની દીક્ષા નગરીમાં આ દીક્ષા મહોત્સવ ચિર સ્મરણ્ય બની રહેશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY