અમરોલી કોલેજમાં ઓશો લોટસ ટ્રસ્ટ દ્વારા ધ્યાન શિબિર યોજાશે

0
5

સ્વામી ચૈતન્ય કીર્તિ આધ્યાત્મિક પ્રવચન કરશે
સુરત, તા.૧૪
અમરોલી કોલેજ અને ઓશો લોટસ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા.૧૭-૨-૨૦૧૯ન રવિવારે સાયન્સ સેન્ટર, સીટીલાઈટ રોડ, સુરત ખાતે એક પરિસંવાદનું આયોજન કરવામાં આવેલ છે. દિલ્હી સ્થિત ઓશોના નિકટ વર્તી શિષ્યો આ પરિષદમાં વક્તવ્ય રજૂ કરશે.
સ્વામી સત્ય વેદાંત ધર્મ અને ધાર્મિકતા વિષય ઉપર સ્વામી ચૈતન્ય કીર્તિ ધર્મ અને નયે મનુષ્ય કી ખોજ અને માં ધર્મ જ્યોતિ ધર્મ ઓર ધ્યાન વિષય ઉપર પોતાનું વક્તવ્ય રજૂ કરશે. સ્વામી વેદાંત ઓશો ઈન્ટરનેશનલ મેડિટેશન યુનિવર્સિટીનાં ભૂતપૂર્વ ચાન્સેલર છે. તેઓએ વડોદરા એમ.એસ. યુનિવર્સિટી ઉપરાંત અમેરિકાની બર્કેલે અને મિસિંગન યુનિવર્સિટીમાં શિક્ષણ કાર્ય કર્યું છે. સ્વામી ચૈતન્ય કીર્તિ પૂનાથી પ્રકાશિત થતી રજનીશ ટાઈમ્સ અને ઓશો ટાઈમ્સ પત્રિકાના સંપાદક રહી ચૂક્યા છે. હાલમાં તેઓ દિલ્હીથી પ્રકાશિત થતી ઓશો વર્લ્ડ પત્રિકાના સંપાદક છે. ઓશોએ પ્રથમ અગિયાર વ્યક્તિઓને નવ સન્યાસની દીક્ષા આપી હતી. માં ધર્મ જ્યોતિ પ્રથમ અગિયારના ગ્રુપ પૈકીનાં એક છે. તેઓ દેશ વિદેશમાં ધ્યાન શિબિરોનું સંચાલન કરી રહ્ના છે.
સીટીલાઈટ સુરત ખાતે આવેલ સાયન્સ સેન્ટરમાં પરિસંવાદ બપોરે ૩.૦૦ કલાકે શરૂ થશે. આ પરિસંવાદ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી ખાતે સ્થપાયેલ અોશો ચેરના ઉપક્રમે યોજાય રહ્ના છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY