સુડા ભવન વેસુમાં સેવાસેતુ કાર્યક્રમ યોજાયો
સુરત, તા.૧૪
રાજ્ય સરકાર દ્વારા અમલીકૃત અનેકવિધ લોકઉપયોગી યોજનાઓ પ્રવૃત્તિઓ તથા વહીવટ પ્રત્યે પ્રજાના પ્રશ્નોનો ન્યાયીક ચોક્કસ તથા ઝડપી ઉકેલ આવે તેમજ રાજ્યના વહીવટમાં પારદર્શિતા વધે તે હેતુથી નાગરિકોની વ્યક્તિલક્ષી યોજનાઓ સંલગ્ન વિભાગો દ્વારા સ્થળ ઉપર જ ઉકેલ લાવી શકાય તે હેતુસર તા.૧૩-૨-૨૦૧૯ના રોજ સુરત મહાનગરપાલિકા દ્વારા સેવાસેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે સેવાસેતુ કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવેલ. આ કાર્યક્રમમાં અધ્યક્ષીય ઉદ્બોધન કરતા મેયર ડૉ. જગદીશભાઈ પટેલે જણાવ્યું હતું કે, સુરત મહાનગરપાલિકા દ્વારા ચાર તબક્કામાં ૬૦ જેટલા સેવાસેતુનું આયોજન કરી અનેક જરૂરીયાતમંદ લાભાર્થીઓને સરકાર તથા સુરત મહાનગરપાલિકાની યોજનાઅોથી લાભાન્વિત કરવામાં આવેલ છે.
ચોર્યાસી વિધાનસભા વિસ્તારના ધારાસભ્ય ઝંખનાબેન પટેલે પ્રાસંગિક ઉદ્બોધન કરતા રાજ્ય સરકાર દ્વારા યોજનાઓનો લાભ સાચા લાભાર્થી સુધી ઝડપથી તેમજ કોઈપણ જાતની અડચણ વગર પહોંચે તે માટે સેવાસેતુ કાર્યક્રમરૂપી સેતુનું નિર્માણ કર્યું છે. ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને તેના દ્વારે એક જ છત નીચે, એક જ દિવસમાં સેવા પુરી પાડી વ્યક્તિની જરૂરીયાતને સંતોષવા સાથે તેના સમય અને નાણાનો બચાવ સેવાસેતુ કાર્યક્રમ થકી થાય છે.
સેવાસેતુ કાર્યક્રમમાં વિવિધ વિભાગો કે જે મહેસૂલ વિભાગ, સમાજ કલયાણ વિભાગ, જિલ્લા ઉદ્યોગ કેન્દ, સીટી સર્વે સુટેન્ડન્ટ, સમાજ સુરક્ષા વિભાગ, પુરવઠા વિભાગ તથા સુરત મહાનગરપાલિકાના ગુમાસ્તા વિબાગ, વ્યવસાય વેરા વિભાગ, આકારણી, વસૂલાત, પ્રોપર્ટી ટેક્ષ વિભાગ, આરસીએચ વિભાગ, વિવિધ બેંકો, શ્રમિક કલ્યાણ બોર્ડ, આરટીઓ વગેરે દ્વારા દિવસ દરમ્યાન કુલ ૧૩૨૧ લાભાર્થીઓએ લાભ લીધો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



