સુરત,તા.૧૫
મહાનગરપાલિકાની શુક્રવારની બજેટની સામાન્ય સભામાં ૫૭૫૦ કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. ભાજપ કોંગ્રેસના સંયુક્ત નિર્યણને કારણે બજેટની કોઈ પણ જાતની ચર્ચા વિના બજેટ સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું. આ સામાન્ય સભામાં મેયર તથા પદાધિકારી માટે બેઠક વ્યવસ્થા અલાયદી કરવામાં આવી હતી.સામાન્ય સભામાં ભાજપ શાસકો સામે મોરચો થાય તેવી શકીયતા હતી.
જાકે ગુરૂવારે કાશ્મીરમાં થયેલા આંતકવાદી હુમલામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી. ભાજપ અને કોંગ્રેસ બેન્ને પક્ષના પદાધિકારીઓએ નક્કી કર્યા બાદ શ્રદ્ધાંજલિ આપીને સામાન્ય સભામાં એક સાથે બધા કામ મંજૂર કરી સભા પૂરી કરવામાં આવી હતી. પાલિકાના ઇતિહાસમાં પહેલી વાર બજેટ પર કોઈ પણ ચર્ચા વિના બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




