ટ્રક ચાલક વિરૂદ્ધ પલસાણા પોલીસમાં ગુનો દાખલ
સુરત, તા.૧૫
પલસાણા તુંડી ગામ વૃંદાવન પાર્ક પાસે એક ટ્રક ચાલકે બેદરકારી પૂર્વક વાહન હંકારી માસુમ પુત્ર પર ટ્રકનું ટાયર ચઢાવી દઈ મોત નીપજાવી ફરાર થઈ ગયો હોવાનો બનાવ પલસાણા પોલીસ મથકે નોંધાયો હતો. પોલીસે ફેટલનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મૂળ મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના વતની અને હાલમાં પલસાણા તુંડી ગામ વૃંદાવન પાર્ક રેસીડેન્સી ખાતે રહેતા જેમલભાઈ ભીનાભાઈ રાઠવાએ પલસાણા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, તુંડી ગામ ખાતેથી પસાર થતી એક હાઈવા ટ્રકના ચાલક જીજે-૫-બીટી-૭૮૪૨ નંબરના ચાલકે પૂરપાટ ઝડપે ટ્રક હંકારી તેમના પુત્ર પ્રદીપના પેટ પર પાછળનું વ્હીલ ચઢાવી દઈ મોત નીપજાવી ફરાર થઈ ગયો હતો. પોલીસે ફેટલનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



