ઇસ્લામાબાદ,તા.૧૫
પાકિસ્તાન કુલભૂષણ જાધવના મામલે આંતરરાષ્ટ્રીય અદાલતનો નિર્ણય લેવા માટે પ્રતિબદ્ધ છે. એક વરિષ્ઠ પાકિસ્તાની અધિકારીના જણાવ્યા અનુસાર આ મામલે મૌખિક સુનાવણી માટે શુક્રવારે હેગ માટે દેશનું પ્રતિનિધિમંડળ રવાના થશે તેવી માહિતી મળી છે. વિશ્વ અદાલતમાં આ મામલે ૧૮ ફેબ્રુઆરીએ મૌખિક સુનાવણી કરવામાં આવશે.
આઈસીજેએ હેગમાં ફેબ્રુઆરી ૧૮-૨૧ થી જાહેર સુનાવણી માટેનો સમય નક્કી કર્યો છે. અને આ મામલે હરિશ સાલ્વે, જે ભારતનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે તેમન દ્વારા ૧૮ ફેબ્રુઆરીના રોજ દલીલો રજૂ કરવાની શકીયતા છે. પાકિસ્તાનના વરિષ્ઠ વકીલ ખવાર કુરેશી ૧૯ ફેબ્રુઆરીના રોજ દેશ વતી દલીલો રજૂ કરશે. આ પછી, ૨૦ ફેબ્રુઆરીના રોજ ભારત જવાબ આપશે, જ્યારે ઇસ્લામાબાદ ૨૧ ફેબ્રુઆરીએ તેની છેલ્લી દલીલો રજૂ કરશે.
પાકિસ્તાનની સેનાએ એપ્રિલ ૨૦૧૭માં જાસૂસી અને આતંકવાદી પ્રવૃતિ કરવાના આરોપમાં ભારતીય નાગરિક કુલભૂષણ જાધવને મૃત્યુદંડની સજા સંભળાવી હતી. ભારત દ્વારા આ મામલે આઇસીજેના ૧૦ સભ્યોની કમિટિ સામે દરખાસ્ત કરવામાં આવી હતી, પછી ૧૮ મે, ૨૦૧૭ના રોજ પાકિસ્તાનને આ મામલે નિર્ણય ન આવે ત્યાં સુધી જાધવને સજા ફટકારવા પર મનાઇ ફરમાવી દીધી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"





