સુરત,તા.૨૮
વેસુ કેનાલ રોડની કરોડોની કિંમતની જમીનમાં ક્ષેત્રફળના સુધારાના હુકમ માટે મજૂરાના મામલતદાર રાજેન્દ્ર ફત્તેસિંહ ચૌધરીએ (રહે,લક્ષ્મી પાર્ક સોસાયટી, વ્યારા, તાપી જિલ્લો) કતારગામના બિલ્ડર રાજેશ પાસેથી ૭ લાખની લાંચ માંગી હતી. જેથી એસીબીએ છટકું ગોઠવ્યું હતું. જેમાં મામલતદારનો ડ્રાઈવર ઝડપાઈ ગયો હતો. અને મામલતદાર ફરાર થઈ ગયા હતા. આજે મામલતદારની પોલીસે ધરપકડ કરી છે.
મજૂરાના મામલતદારે કતારગામના બિલ્ડર રાજેશ પાસેથી ૭ લાખની લાંચ માંગી હતી. બિલ્ડરે આ બાબતે એસીબીનો સંપર્ક કર્યો હતો. જેના આધારે અઠવાલાઈન્સ જનસેવા કેન્દ્રની બાજુમાં મજૂરા મામલતદારની કચેરીમાં મંગળવારે સાંજે એસીબીએ છટકું ગોઠવ્યું હતું. બિલ્ડર રૂ. ૭ લાખની બેગ લઈને ઓફિસમાં પહોંચ્યો હતો.મામલતદારે બીજી ઓફિસમાં તેના ડ્રાઈવરને રકમ આપી દેવા કહ્યું હતું. બિલ્ડરે ડ્રાઈવર નરેશ ખટીકને(રહે,અંબર કોલોની, હરીનગર, ઉધના) પૈસા આપ્યા ત્યારે એસીબી ટ્રેપની ગંધ આવી જતા તેણે બેગ બારીમાંથી ફેંકી દઈ ભાગવાનો પ્રયાસ કર્યો. જાકે, ત્યાં ઉભેલા એસીબીના સ્ટાફે તેને પકડી લીધો હતો. જ્યારે મામલતદાર ઓફિસમાંથી ગાયબ થઈ ગયા હતા. જેને પોલીસે પકડી પાડ્યો છે. અને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ માંગવાની તજવીજ હાથ ધરી છે. વેસુ કેનાલ રોડ પર બિલ્ડર રાજેશભાઈની જમીનમાં વિવાદ ચાલી રહ્યો છે, જેને લઈને પોલીસ ફરિયાદ અગાઉ પણ થઈ હતી.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



