રાજદ્રોહ કેસમાં હાર્દિક પટેલ કોર્ટની મુદ્દતે હાજર રહ્યા નહીં

0
4

વધુ સુનાવણી તા. ૨૭મીએ હાથ ધરાશે
સુરત, તા.૧૫
અમરોલી પોલીસ મથકમાં નોîધાયેલા રાજદ્રોહના ગુનામાં ઈન્સાફી કાર્યવાહી શરૂ થઈ છે. ત્યારે આજની ઠરાવ તારીખ મુદ્દત પર પાસના પૂર્વ કન્વીનર હાર્દિક પટેલ કોર્ટ સમક્ષ હાજર નહીં રહેતા બચાવ પક્ષના એડવોકેટ યશવંતસિંહવાળાએ તેનો હાજરી મુક્તિનો રિપોર્ટ આપ્યો હતો. જાકે અન્ય બે આરોપીઓ ચિરાગ અને વિપુલ દેસાઈ કોર્ટ સમક્ષ હાજર રહ્ના હતા. વધુ સુનાવણી તા. ૨૭મી ફેબ્રુઆરીના રોજ હાથ ધરાશે.
આ કેસની વિગતો એવી છે કે, પાટીદાર આંદોલન દરમિયાન પાસના જે તે વખતના કન્વીનર હાર્દિક પટેલે મોટા વરાછાના ખાતે પહોîચી પોલીસ વિરુદ્ધ બેફામ નિવેદનો કર્યા હતા. ડીસીપી મકરંદ ચૌહાણે અમરોલી પોલીસ મથકમાં હાર્દિક પટેલ વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો દાખલ કર્યા બાદ ડીસીબીના પૂર્વ પીઆઈ જે.એચ. દહીયાએ તેની ધરપકડક રી લાજપોર જેલમાં મોકલી આપ્યો હતો. ૨૭૦ દિવસ લાજપોર જેલમાં રહ્ના બાદ હાઈકોર્ટે તેને જામીન મુકત કર્યો હતો. ડીસીબી દ્વારા તેના વિરુદ્ધ ચાર્જશીટ રજૂ કર્યા બાદ ચાર્જ ફ્રેમ કરવામાં આવ્યો હતો. આ કેસની આજે સુનાવણી હતની, પરંતુ હાર્દિક પટેલ સામાજિક કારણોસર બહાર હોવાથી તેમના એડવોકેટ યશવંતસિંહ વાળાએહાજરી મુક્તિનો રિપોર્ટ આપતા વધુ સુનાવણી ૨૭મીએ હાથ ધરાશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY