અમરોલી કોલેજ દ્વારા પુના ખાતે સ્ટુડન્ટ એક્સચેન્જ કાર્યક્રમ યોજાયો

0
6

જુદી જુદી કોલેજા વચ્ચે જ્ઞાનનું આદાન-પ્રદાન
સુરત, તા.૧૫
જીવન જ્યોત ટ્રસ્ટ, અમરોલી સંચાલિત જે.ઝેડ. શાહ આર્ટસ એન્ડ એચ.પી. દેસાઈ કોમર્સ કોલેજ દ્વારા આગામી ૮મી માર્ચ થી ૧૧ માર્ચ સુધી પુના ખાતે આવેલ પુને ઈન્સ્ટીટ્યુટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ સંસ્થામાં ૩ દિવસ માટે ફેકલ્ટી અને સ્ટુડન્ટ એક્સચેન્જ કાર્યક્રમનું આયોજન થનાર છે. હાલમાં વિદ્યાર્થીઓ કોલેજમાં ડીજીટલ ટેક્નોલોજી સાથે જીવન ઉપયોગી, વ્યવહારૂ જ્ઞાન તો મેળવી રહ્ના જ છે, પરંતુ સમયના પ્રવાહમાં સતત આગળ વધતા રહેવા માટે અન્ય સંસ્થાનો અભ્યાસ પણ જરૂરી બને છે આ હેતુથી પ્રેરાઈને પુને ઈન્સ્ટીટ્યુટ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ સાથે અમરોલી કોલેજ દ્વારા એમઓયુ કરવામાં આવ્યું છે. જે અંતર્ગત બંને સંસ્થામાં જ્ઞાનના આદાન પ્રદાન અર્થે અધ્યાપકો અને વિદ્યાર્થીઓ એક બીજાની સંસ્થાની મુલાકાત લે છે. અધ્યાપકો દ્વારા જે તે સંસ્થાના વિદ્યાર્થીઓ સાથે વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવે છે. અને અમારી કોલેજના વિદ્યાર્થીઓ તે સંસ્થાના અધ્યાપકો પાસે જ્ઞાન મેળવે છે. જેથી જ્ઞાનનું મુક્ત રીતે આદાન પ્રદાન કરી શકાય. કોલેજના કુલ ૬ અધ્યાપકો અને ૫૫ વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં ભાગ લેશે.
ઉપરોક્ત કાર્યક્રમ અંગે માર્ગદર્શન કાર્યક્રમ બુધવાર તા.૧૩-૨-૨૦૧૯ના રોજ રાખવામાં આવ્યો હતો. જેમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના કાર્યકારી કુલસચિવ અરવિંદ ધડુક ઉપસ્થિત રહ્ના હતા. ડૉ. ગિરીશ એન રાણા અને અરવિંદ ધડુક દ્વારા વિદ્યાર્થીઅોને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.  ડૉ.કિશોરસિંહ એન. ચાવડા અને જીવન જ્યોત ટ્રસ્ટ પરિવાર તેમને શુભેચ્છા પાઠવે છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY