સુરત, તા.૧૫
માંગરોળના ઝાંખરડા ગામની સીમમાં આવેલા ૫ મેગા વોટ સોલાર પ્લાન્ટમાંથી બાવળના વૃક્ષોનું નિકંદન કરી ચોરી જવાનો પ્રયાસ થયો હતો.
જિલ્લા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર માંગરોળ સ્થિત ઝાખરડાની વસ્તાન માઈન્સ તરફ જતા રસ્તા પર પાંચ મેગા વોટ સોલાર પ્લાન્ટ આવેલો છે. ગઈકાલે બપોરે બે અજાણ્યા આ પ્લાન્ટની જમીનમાં પ્રવેશ્યા હતા અને બેટન જેટલા ગાંડા બાવળના વૃક્ષોને કાપી ટેમ્પો નંબર જીજે-૫-એયુકે-૬૦૦૨માં ભરી ચોરી કરી જવાનો પ્રયાસ થયો હતો. જાકે સિક્યુરિટીï ગાર્ડ જાઈ જતા બન્ïને અજાણ્યા ટેમ્પો મૂકી ભાગી ગયા હતા. આ બનાવ અંગે એમ ખ્રિયન મહાદેવન ઐયર રહે. નાની નરોલી, જીઆઈપીસીએલ ટાઉનશિપ નંબર-૧, તા. માંગરોળ એ માંગરોળ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



