શહેરમાં ઠેર-ઠેર શહીદ જવાનોના માનમાં શ્રદ્ધાંજલિ સભા પ; ચોકબજારની દુકાનો બંધ
સુરત શહેર જિલ્લા કોગ્રેસ સમિતિ દ્વારા સાંજે શ્રદ્ધાંજલિ કાર્યક્રમ ચેમ્બરમાં પણ સાંજે શહીદોના માનમાં કાર્યક્રમ આયોજિત કરાયો
સુરત, તા.૧૫
જમ્મુ-કાશ્મીર પુલવામા સીઆરપીએફ જવાનો ઉપર થયેલા આતંકવાદી હુમલામાં ૪૪ જવાન શહીદ થતા સુરત શહેરમાં પણ શોકની લાગણી સાથે આક્રોશ વ્યાપી ગયો છે. કેન્દ્ર સરકાર હવે તાયફામાંથી બહાર આવી નક્કર કાર્યવાહી કરે તેવી માગ ઉઠવા પામી છે. શહીદ જવાનોની માનમાં આજે શહેરમાં ઠેર-ઠેર શ્રદ્ધાંજલિના કાર્યક્રમો રાખવામાં આવી રહ્નાં છે. ખાસ કરીને મુસ્લિમ વસતિ ધરાવતા ચોકબજાર વિસ્તારના મુસ્લિમ બિરાદરોએ આજે સ્વયંભૂ બંધ પાળી શહીદોને શ્રદ્ધાંજલિ અપર્ણ કરી હતી. ચોકબજાર વિસ્તારમાં આવેલ કાપડ બજાર, જનતા માર્કેટ સહિતની દુકાનદારોએ સ્વયંભૂ બંધ પાળ્યો હતો. ચેમ્બર ઓફ કોમર્સ પણ આજે સાંજે ૫.૩૦ કલાકે નાનપુરા ચેમ્બર ઓફ કોમર્સના હોલમાં શોકાંજલિ સભાનું આયોજન કયુ છે. શહેરભરમાં વિવિધ સંસ્થાઓ પણ શહીદોના માનમાં શ્રદ્ધાંજલિ આપી રહ્નાં છે.
જમ્મુ કાશ્મીરના પુલવામામા થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા ભારતીય જવાનોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ આપવા આજે સાંજે ૬ કલાકે સુરત શહેર કોîગ્રેસ સમિતિએ શ્રદ્ધાંજલિ અર્પિત કરશે. આ શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ નાનપુરા રંગભવન કાર્યક્રમ નાનપુરા રંગ ઉપવન પાસે કોîગ્રેસના કાર્યાલય ખાતે થશે. સુરત શહેર કોગ્રેસ પ્રમુખ બાબુભાઈ રાયકાએ જવાનો ઉપર થયેલા કાયરતાભર્યા હુમલાને સખ્ïત શબ્દોમાં વખોડી કાઢયા હતા.
આમ પુલવામા થયેલા મોટા આતંકવાદી હુમલામાં ૪૪ થજવાન શહીદ થતા સુરત શહેરની પ્રજાનું લોહી ખોળી ઉઠયું હતું. તમામ લોકો ભારે આક્રોશમાં છે. અને કેન્દ્ર સરકારની જવાનોની સુરક્ષા મુદ્દે ઢીલી નીતિ ઉપર ફટકાર વરસાવી રહ્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



