ભુસ્તર વિભાગે રેતી ચોરી ઝડપી પાડયા બાદ પોલીસ ફરિયાદ
સુરત, તા.૧૫
ભુસ્તર વિભાગની સુરત કચેરીના અધિકારીઅો દ્વારા એક માસ પહેલા માંડવી ખાતેથી ઝડપી પાડેલા રેતી ખનન કૌભાંડમાં ટ્રકના ડ્રાઈવર અને માલિક વિરુદ્ધ ગઈકાલે પોલીસે ગુનો દાખલ કર્યો હતો.
જિલ્લાï પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સુરત શહેરના અઠવાલાઈન્સ ખાતે આવેલ ભુસ્તર વિજ્ઞાન અને ખનીજ ખાતાની કચેરીના અધિકારી રવિકુમાર મનુભાઈ ચૌધરી સહિતના સ્ટાફે ગઈ તારીખ ૧૫-૧-૨૦૧૯ના રોજ માંડવી તાલુકામાંથી બીન અધિકૃત રીતે તાપી નદીમાંથી રેતી ખનીજ વહન કરતી ટ્રક નંબર ડી.એન.૦૯-ક્યુ ૯૩૬૪ને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરી હતી. આ ઉપરાંત ગઇકાલે અધિકારી રવિકુમારે રેતી ખનન કરતી ટ્રકના માલિક સાલમભાઈ તથા ટ્રકના ડ્રાઈવર સતીષ ખાલપભાઈ પટેલ રહે. સુથવાર ગામ, તા. ચીખલી, જિ.નવસારી વિરુદ્ધ માંડવી પોલીસ મથકમાં ફરિયાદ આપતા પોલીસે ગુનો દાખલ કરી એએસઆઈïવાડગીયા ભાઈ દશરીયાભાઈએ વધુ તપાસ શરૂ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




