સુરત, તા. ૧૬
કામરેજ તાલુકાના ઘલા પાટિયા પાસે રોડ પરથી બાઈક પર પસાર થતા ખેત મજૂર યુવકનું અકસ્માત સર્જાતા મોત થયું હતું. જ્યારે અન્ય એકને ઈજા થઈ હતી.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર ગઈકાલે કામરેજ તાલુકાના ધોરણપારડી ગામની સત્તામાં ઘલા પાટિયા પાસે અકસ્માત સર્જાયો હતો. અજાણ્યા વાહન ચાલક સાથે સર્જાયેલા અકસ્માત બાઈક નં. જીજે-૨૨-કે-૯૬૩૪ પર સવાર પીન્ટુ નામના ખેત મજૂરનું ગંભીર ઈજાથી મોત થયું હતું. જ્યારે અજયભાઈ દિલીપભાઈ ગોસ્વામીને ઈજા થઈ હતી. અકસ્માત બનાવ અંગે સંજયભાઈ ચંદ્રભાઈ કલમી રહે. મીરઝા શેઠના ફાર્મમાં કરવાળા ગામ, તા. માંગરોળ એ કામેજ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



