ઓલપાડમાંથી રૂ. ૨.૫૦ લાખના પ્લાસ્ટિકના દાણાની ચોરી થઈ

0
8

ટેમ્પામાં ભરીને પ્લાસ્ટિક દાણાની બોરીઓની ચોરી
સુરત, તા. ૧૬
ઓલપાડ તાલુકાના ઉમરગામે ભવ્ય મંદિર રેસીડેન્સીના મકાન નંબર ૩૫માં જ રૂ. ૨.૫૦ લાખના પ્લાસ્ટિકના દાણા અજાણ્યા ટેમ્પોમાં ભરી ચોરી ગયો હતો.
જિલ્લા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સુરત જિલ્લાના અોલપાડ તાલુકાના ઉમરાગામે ભવ્ય મંદિર રેસિડેન્સીના મકાન નંબર ૩૫માં ગઈકાલે રાત્રે ચોરી થઈ હતી. મકાનમાં ત્રાટકેલો અજાણ્યો ઈસમ રૂ. ૨.૫૦ લાખના પ્લાસ્ટિકના દાણા ચોરી ફરાર થઇ ગયો હતો. ચોરીના બનાવ અંગે જયસુખગીરી શિવગીરી ગોસ્વામી રહે. કોસાડ સ્વીટ રેસિડેન્સી ગોપીનાથની પાછળ, તા. ચોર્યાસીએ અોલપાડ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY