વેપારીના બેંક એકાઉન્ટમાંથી રૂ. ૧.૯૫ લાખ આપમેળે ગાયબ

0
4

કોસાડના વેપારી સાથે છેતરપિંડી કરાઈ
સુરત, તા. ૧૬
કલબ ફેક્ટરીના નામે લિંક મોકલી કોસાડના રાહુલ વાઘેલાના બેન્ક એકાઉન્ટની વિગતો મેળવી રૂપિયા ૧.૯૫ લાખ ગાયબ કરી દેવાયા હતા.
વરાછા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કોસાડ ગણેશપુરા એલઆઈજીમાં રહેતા રાહુલરાજુભાઈ વાઘેલાને અજાણ્યા વ્યકિતએ કલબ ફેક્ટરીના નામે ફોન કરી ફરિયાદીને લિંક મોકલી બેન્કને એકાઉન્ટની વિગતો મેળવી હતી. ત્યારબાદ ફરિયાદીની એચડીએફસી ફરિયાદીની એચડીએફસી બેન્ક એકાઉન્ટમાંથી રૂ. ૧,૯૫,૦૩૫ ગાયબ કરી દેવાયા હતા. વરાછા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે. આમ વેપારીને લિંક મોકલી બેન્કની વિગતો જાણી બેન્કમાંથી રૂ. ૧.૯૫ લાખ ઉઠાંતરી બનાવ બનવા પામ્યો છે. જે અંગેની ફરિયાદીએ વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY