સુરત, તા. ૧૬
મહુવા તાલુકાના કરચેલિયા ગામે નિત્યક્રિયા સોસાયટીમાં રહેતા ઈલેકટ્રીશ્યનના ઘરમાં ત્રાટકેલા તસ્કરો સોનાના દાગીના અને રોકડ મળી કુલ રૂ. ૧.૫૨ લાખની મતા ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
જિલ્લા પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર મહુવા તાલુકાના કરચેલિયા ગામે નિત્યકૃપા સોસાયટીના મકાન ૧૧૨૦માં ગઈ તારીખ ૧૪ અને ૧૫મીની રાત્રે તસ્કરો ઘુસ્યા હતા. દરવાજાનું તાળુ તોડી ઘરમાં પ્રવેશેલા ચોર કબાટ ખોલી ચાર તોલા સોનાના દાગીના કિ.રૂ. ૧,૨૦,૦૦૦ તથા રોકડ ૩૨૦૦૦ મળી કુલ રૂ. ૧,૫૨,૦૦૦થી મતા ચોરી કરી પલાયન થઈ ગયા હતા. ચોરીના બનાવ અંગે ઘર માલિક ઈલેકટ્રીશ્યન વિજયભાઈ કિશનભાઈ ચૌધરીએ મહુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ એસ.એલ. વસાવાએ કાયદેસરની કાર્યવાહી સાથે વધુ તપાસ શરૂ કરી હતી.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




