સુરત એરપોર્ટથી આજે રાત્રે સૌ પ્રથમ ઈન્ટરનેશનલ ફલાઈટનું ઉડાન
સુરત, તા. ૧૬
આજે બપોરે ઉધનાથી નંદરબાર નવી મેમુ ટ્રેન, બાંદ્રાથી ભુસાવલ ખાનદેશ એક્સપ્રેસ તેમજ ઉધના- જલગાંવ ડબલ લાઈન અને વિદ્યુતીકરણ યોજનાનું લોકાર્પણ થયું તેની સાથે જ મોડી રાત્રે સુરત એરપોર્ટ પરથી શારજહાનું પ્રથમ ઈન્ટરનેશનલ ફલાઈટનુ઼ ઊંડાણ ભરવાની છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી મહારાષ્ટ્રના ધૂલે ખાતેથી આજે બપોરે ઉધના-નંદરબાર મેમુ ટ્રેન તેમજ ભુસાવલ- બાન્દ્રા ટર્મીનલ ખાનદેશ એક્સપ્રેસ તથા જલગાવ-નંદરબાર મેમુ ટ્રેનને લીલી ઝંડી બતાવી હતી. ઉધના જલગાંવ સુધી ડબલ લાઈન અને વિદ્યુતીકરણ યોજનાનું પણ પ્રધાનમંત્રીએ ધુલેથી જ વીડિયો લિંક દ્વારા લોકાર્પણ કર્યું હતું. ઉધના- જલગાંવ ડબલ લાઈન અને વિદ્યુતીકરણથી ટ્રેનોની અવર જવર વધુ ઝડપી સુવિધાજનક બનશે. આ રૂટ પરથી અન્ય લાંબા અંતરની ટ્રેનો માટે સમય મળી શકશે. આ ઉપરાંત આજે પોણા બાર વાગ્યાના સુમારે સુરત શહેર એરપોર્ટ પર પ્રથમ ઈન્ટરનેશનલ ફલાઈટ લેન્ડ થશે. શારજહાથી સુરત ફલાઈટ પોણા બાર વાગે લેન્ડ થશે અને રાત્રે સાડા બાર વાગ્યાના સુમારે એર ઈન્ડિયા એક્સપ્રેસનું ઈન્ટરનેશનલ ફલાઈટ સુરતથી શારજહા માટે ઊડાણ ભરશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




