ઉત્તર દિશાથી પવન ફૂંકાતા દક્ષિણ ગુજરાતમાં ઠંડી વધી : નવસારી ૯ ડિગરી

0
16

વલસાડમાં ૧૨ અને સુરતમાં ૧૬ ડિગ્રી લઘુત્તમ તાપમાન
સુરત, તા. ૧૬
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં આજે સવારે ઉત્તર દિશાથી શીતલહેર ફૂંકાતા તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થતા ફરી ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. આજે સરેરાશ બે થી ત્રણ તાપમાનનો પારો ઘયો છે.
સુરત હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે સવારે અધિકત્તમ તાપમાન ૩૦.૮ ડિગ્રી અને ન્યુનત્તમ તાપમાન ૧૬.૦ ડિગ્રી નોંધાયું છે. હવામાં ભેજનું પ્રમાણ ૭૧ ટકા અને હવાનું દબાણ ૧૦૧૭. ૬ મીલીબાર નોંધાયું છે. શહેરમાં ઉત્તર દિશાથી કલાકના ૪ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ રહ્ના છે. ગતરોજ શહેરમાં અધિકત્તમ ૩૧.૮ અને ન્યુનત્તમ ૧૮.૫ ડિગ્રી તાપમાન નોંધાયું હતું. અઢી ડિગ્રી સુધી તાપમાન ઘટતા ઠંડી વધી છે. નવસારી હવામાન વિભાગ દ્વારા મળતી માહિતી આજે સવારે ન્યુનત્તમ તાપમાન ૯.૮ ડિગ્રી નોંધાયું છે. ગતરોજ ૧૨ ડિગ્રી નોંધાયું હતું. આમ નવસારીમાં ૨ ડિગ્રી થી વધુ તાપમાન ઘટતા આજે સવારે ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. વલસાડ હવામાન વિભાગના સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ આજે ન્યુનત્તમ તાપમાન ૧૨.૬ ડિગ્રી નોંધાયું છે. જે ગતરોજ ૧૪.૬ ડિગ્રી નોંધાયું હતું. સમગ્ર દક્ષિણ ગુજરાતમાં તાપમાન ઘટતા ઠંડી વધી છે.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY