વધુ એક માર્કેટના વેપારીની પોલીસ ફરિયાદ

0
31

સુરત, તા. ૬
સુરતના રિંગરોડ સ્થિત કુંદન ટેક્ષટાઈલ્સ માર્કેટમાં દુકાન ધરાવતા કાપડ વેપારીએ રૂ. ૩.૫૦ લાખનો માલ ખરીદી પેમેન્ટ ચૂકવવાને બદલે વેપારીને જાનથીમ ન નાખવાની ધમકી આપી હતી. આ અંગે ફરિયાદ નોîધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.
સલાબતપુરા પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ સુમુલ ડેરી રોડ અલકાપુરી સોસાયટીમાં રહેતા વેપારી સૂર્યકાંત જશવંતલાલ નગદવાળાએ આïરોપી મહેબુબભાઈ ફકીરભાઈ (૩૦૧, કુંદન ટેક્ષટાઈલ માર્કેટ રિંગરોડ) વિરુદ્ધ ફરિયાદ નોîધાવી હતી. ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ ફરિયાદીનો વિશ્વાસ કેળવી રૂપિયા ૩,૫૦,૮૮૬ની કિંમતનું રો-સિલ્ક કાપડની ખરીદી કરી હતી. આ માલનું પેમેન્ટ ચૂકવવાને બદલે જાનથી મારી નાખવાની ધમકી આપી વિશ્વાસઘાતï-છેતરપિંડીકરી હતી. સલાબતપુરાïના પોલીસે ફરિયાદ નોîધી તપાસ હાથ ધરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY