(જી.એન.એસ)સુરત,તા.૨૮
સલમાન ખાન પ્રોડક્શન હાઉસની વિવાદિત ફિલ્મ લવરાત્રીનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. ભલે નામ બદલીને લવયાત્રી કરવામાં આવ્યું હોય પણ સલમાન ખાનની આ ફિલ્મને લઇ વિવાદ વધુ વકરી રહ્યો છે. સુરતમાં ડોક્ટર પૂર્વેશ ઢાંકેચાએ કોર્ટમાં અરજી કરી છે. ફિલ્મમાં છોગાળા તારા ગીતમાં હિંદુ ધર્મ અને નવરાત્રી પર્વને આઘાત પહોંચાડે તેવા આરોપ અરજદારે કર્યા છે.
માતાજીની આરાધના માટે ગવાતા ગીતનું લિરિક્સ બદલીને એવું ચિતરવામાં આવ્યું છે કે નવરાત્રી માતાજીના આરાધ્ય નહીં પણ પ્રેમીઓના મિલનનો પર્વ હોય. અરજી અનુસાર ફિલ્મમાં નવરાત્રીને એક પ્રેમનો ઉત્સવ હોય એવું બતાવવામાં આવ્યું છે. સલમાન ખાન સહિત ૬ લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવે અને ફિલ્મના ગીત અને ટ્રેલર સહિત ફિલ્મ ઉપર સ્ટે મુકવામાં આવે તેવી અરજદારે રજૂઆત કરી છે. ત્યારે આ અરજીના કારણે સલમાન ખાનની ફિલ્મની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજે જ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861*



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




