સુરત હિતેશ આપઘાત કેસ : પ્રેમિકા જ્યોતિ હિતેશ સાથે રાજસ્થાન ફરવા ગઈ હતી

0
149

સુરત,
તા.૧૨/૦૩/૨૦૧૮

ચકચારી હિતેશ દેસાઈ (રબારી) આપઘાત કેસમાં પ્રેમિકા જ્યોતિ સોલંકીના બે દિવસના રિમાન્ડ પુર્ણ થયા છે. જેમાં ઘણી ચોંકાવનારી બાબતો બહાર આવી છે. જ્યોતિએ હિતેશ સાથે પ્રેમ સંબંધ હોવાનું અને રાજસ્થાન ફરવા ગઈ હોવાની પણ કબૂલાત કરી હોવાનું પણ જાણવા મળ્યું છે.

સુરતના યુવાન કરોડપતિ બિલ્ડર હિતેશ રબારીએ પોતાની પિસ્તોલથી લમણે ગોળી ધરબી દઈ આપઘાત કર્યો હતો. તે ઘટનાના ૯ મહિના પછી તેની પ્રેમિકા અને આપઘાત માટે મજબૂર કરનારી જ્યોતિ સોલંકીનાં બે દિવસનાં રિમાન્ડ મંજૂર કરાયાં છે. જેને લઈને બે દિવસ જ્યોતિની પૂછપરછ હાથ ધરવામાં આવી હતી. જેમાં પોલીસને મહત્વપૂર્ણ કડીઓ એકત્રિત કરવામાં સફળતા મળી છે.

જ્યોતિ સોલંકીને સાથે રાખી બે દિવસમાં તેને સુરત લઇ ગયા હતા. જ્યાં તેના બેંકનાં ક્રેડીટ- ડેબીટ એકાઉન્ટની તપાસ કરી હતી. પોલીસે આરોપીનાં સુરત- સીટીલાઇટ સ્થત મકાનની તલાસી લીધી હતી. હિતેશ રબારીની સાથે તેના મોત થવા અગાઉ જ્યોતિ સાથે લીધેલા ડીનર અંગે હોટલમાં પૂછપરછ કરીને નિવેદન નોંધ્યું હતું.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY