રાજકોટ,
તા.૫/૪/૨૦૧૮
શુધ્ધ દેશી ઘીના ૧૦, શ્રીખંડના ત્રણ નમૂના લેબમાં મોકલાયા
શહેરીજનોને આરોગ્યપ્રદ, તાજુ તથા ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ મુજબના ખાદ્ય પદાર્થો મળી રહે તે માટે ચુસ્તપણે સઘન ચેકિંગ કરવાના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગે ડી-માર્ટ, રિલાયન્સ સહિત ૧૩ સ્થળોએ તપાસ હાથ ધરી હતી. જેમાં નામી કંપનીઓના ૧૦ ઘીના નમૂના અને ત્રણ શ્રીખંડના નમૂના લઇ લેબમાં પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યા હતા.
મહાનગરપાલિકાના નાયબ આરોગ્ય અધિકારી ડો.પી.પી. રાઠોડે જણાવ્યું હતું કે, ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ એક્ટ મુજબ પંચાયતનગર બસ સ્ટોપની બાજુમાં બાલાજી સુપરમાર્કેટમાંથી હેન્સ સંપ્રીતિ એગમાર્ગ ઘી, લક્ષ્મીનગર મેઇન રોડ કે.કે. સેલ્સમાંથી ડેરી બેસ્ટ દેશી ઘી, સૂર્યનગર નાનામવા મેઇન રોડ શ્રીજી પ્રોવિઝન સ્ટોરમાંથી ગોવર્ધન પ્યોર ગાયનું ઘી, રઝાનગર-૩ રૈયારોડ આકાશ એન્ટરપ્રાઇઝ વાસ્તુ પ્રીમિયમ ગાયનું ઘી, ભક્તિનગર સર્કલ ગીતા મંદિરની સામે રાજેશ પ્રોવિઝન સ્ટોરમાંથી માહી બ્રાન્ડ ઘી, કેવડાવાડી ૩-૧૪નો ખૂણો ઓઇલમિલનું ગ્રાઉન્ટ પટેલ એજન્સીમાંથી અમૂલ શુધ્ધ ઘી, ઉદ્યોગનગર ભક્તિનગર સ્ટેશન રોડ રામદેવ સેલ્સ એજન્સીમાંથી સોપાન ગાયનું ઘી, ૧૫૦ ફૂટ રિંગરોડ રિલાયન્સ રિટેઇલ મોલમાંથી અમૂલ ગાયનું ઘી તથા સાગર ગાયનું ઘી, ગોંડલ રોડ ડી-માર્ટમાંથી ડી-માર્ટ પ્રીમિયા ગાયનું ઘીના નમૂના લેવામાં આવ્યા હતા.
આ ઉપરાંત જલારામ ચોક ગાયત્રીનગર મેઇન રોડ મહેશ વિજય ડેરી ફાર્મમાંથી લૂઝ કેસર શ્રીખંડ, ગાયત્રીનગર મેઇન રોડ રાજબેંકની બાજુમાં બલરામ ડેરી ફાર્મમાંથી લૂઝ ફ્રૂટ શ્રીખંડ અને નારાયણનગર મેઇન રોડ ત્રિશૂલ ચોકની બાજુમાં તુલસી ડેરી ફાર્મમાંથી લૂઝ મેંગો ડ્રાયફ્રૂટ શ્રીખંડના નમૂના લેવામાં આવ્યા હતા. આ તમામ નમૂના લેબમાં પૃથક્કરણ માટે મોકલવામાં આવ્યા છે. રિપોર્ટ આવ્યા બાદ જા નાપાસ થશે તો ફૂડ એક્ટ મુજબ કાર્યવાહી કરાશે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"