વટવામાં બુટલેગરો એ (કથિત)કરી તોડફોડ પોલીસે સ્થાનિકો વિરૂધ્ધ લીધી ફરિયાદ

0
135

બિનસત્તાવાર સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અમદાવાદ ના વટવા વિસ્તાર ના એક એપાર્ટમેન્ટ માં હવન અને સુંદરકાંડ ના પાઠ ચાલી રહયા હતા ત્યારે કોઈ અગમ્ય કારણોસર ચાર કથિત બુટલેગરો એ મંડળી બનાવી એકસાથે એપાર્ટમેન્ટ માં ઘુસી તોડફોડ કરી ત્યાંના રહીશોને જેઓ સુંદરકાંડ ના પાઠ કરતા હતા તેમને માર માર્યો હતો આ સમગ્ર ઘટનાં માં પોલીસે ક્રોસ ફરિયાદ લઇ એપાર્ટમેન્ટ ના રહીશો ની રાતે દોઢ વાગે મહિલા પોલીસ સાથે રાખ્યા વગર અટક કરી
લોકપ માં મુકતા સમગ્ર ઘટના ને પરિણામે સ્થાનિકો એ રોષે ભરાઈ વટવા પોલીસ કે જ્યાંથી ગુજરાત ના હોમ મિનિસ્ટર ચૂંટાયા છે ત્યાં હંગામો કર્યો અને લોકોએ રસ્તા રોકી વટવામાં દારૂ બંધ કરો ની માંગ કરી હતી
અત્રે એ ઉલ્લેખનીય છે કે વટવા માં દારૂ કેમિકલચોરી એ માઝા મુકતા નવો કોઈ લઠ્ઠાકાંડ ન થાય એ પણ તકેદારી નો વિષય છે કેમકે Gidc નો મજુર વર્ગ આ બદી નો શિકાર છે ત્યારે સમગ્ર ગુજરાત માં દારૂબંધી નો કડક અમલ કરવાની સૂચનાઓ અપાઈ હોવાથી દારૂડિયા દેશી દારૂ તરફ વળે અને ફરી કોઈ મોટો લઠ્ઠાકાંડ થાય તો જવાબદાર કોણ?અને આમ પણ ગૃહમંત્રી નો વિસ્તાર હોય ત્યાં સ્થાનિકો દારૂબંધી ની અપેક્ષા રાખે ત્યારે પોલીસે પણ દારૂબંધી નો અમલ કરાવોજ રહ્યો હવે જોવાનું એ રહે છે કે આ સમગ્ર ઘટના માં તંત્ર કેવી ભૂમિકા ભજવે છે વટવા ના સ્થાનિકો સાચા હોય તો પો.સ્ટે ના અધિકારી વિરુદ્ધ કોઈ કડક પગલાં લેવાય છે કે
ઘી ના ઠામ માં ધી ઠરી જાય છે એ તો સમયજ કહેશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY