પોલિયો પીવડાવવાના નામે ચાર વર્ષની બાળકીના અપહરણનો પ્રયાસ

0
105

વડોદરા,
તા.૧૫/૦૩/૨૦૧૮

પોલિયોના ટીપા પીવડાવવાના નામે બાળકીને ઉઠાવી જતી એક મહિલાને પરિવારજનોએ ઝડપી પાડી પોલીસ હવાલે કરી દીધી હતી. આ મહિલા અગાઉ કેટલા બાળકોને ઉઠાવી ગઇ છે. અને બાળકો ઉઠાવી ગયા બાદ ક્યાં પહોંચતી કરતી હતી. તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદરા શહેરમાં તુલસીવાડીમાં રહેતા ગૌરીબહેન હસમુખભાઇ દૈવીપૂજક ત્રણ દિવસ પહેલા વારસીયા વિસ્તારમાં જાગણી માતાના મંદિર પાસે રહેતા પિતાના ઘરે ગયા હતા. આજે સવારે ગૌરીબહેનની ૪ વર્ષની પુત્રી ઘર આંગણે રમતી હતી. આ સમયે એક મહિલા પોલિયોના ટીપા પીવડાવવાના નામે ગૌરીબહેનના ઘર પાસે ગયા હતા. અને ઘર આંગણે રમી રહેલી ગૌરીબહેનની ૪ વર્ષની દીકરીને પોતાની પાસે બોલાવી હતી. બાળકીને બોલાવ્યા બાદ પોલિયોના ટીપા પીવડાવવાનું નાટક કરીને તેને ઉઠાવી ચાલતી પકડી હતી.

બાળકીને ઉઠાવીને જઇ રહેલી મહિલાને માતા જાઇ જતા તેઓએ બુમરાણ મચાવી મૂકી હતી. માતાની બુમો સાંભળી સ્થાનિક લોકો એકઠા થઇ ગયા હતા. અને બાળકીને લઇ ભાગી રહેલી મહિલાને ઝડપી પાડી હતી. અને વારસીયા પોલીસને જાણ કરતા તુરંત જ પોલીસ સ્થળ પર આવી પહોંચી હતી. અને મહિલાની અટકાયત કરીને પોલીસ મથક લઇ ગઇ હતી.

પોલીસે ગૌરીબહેન દૈવીપૂજકની માસુમ દીકરીને ઉઠાવી જવાના આરોપમાં પકડાયેલી મહિલાની પૂછપરછ કરતા તેણીએ પોતાનું નામ ભાવના શર્મા અને કેલનપુર ગામની રહેવાસી હોવાનું જણાવ્યું હતું. પોલીસે આ મહિલાનો ભૂતકાળ જાણવા એક ટીમ કેલનપુર રવાના કરી હતી. આ સાથે પોલીસે આ મહિલા અગાઉ કોઇ બાળકને ઉઠાવી ગઇ છે, અને જા બાળકો ઉઠાવી ગઇ હોય તો તે બાળકોને ક્યાં આપ્યા છે. તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY