સુરતના પૂર્વ કોર્પોરેટરના માતા વિરુદ્ધ પ્રોહીબીશનનો ગુન્હો નોંધાયો

0
11

સુરત,
તા.૨૯/૦૩/૨૦૧૮

સુરતની લીંબાયત પોલીસે ગેરકાયદેસર દારૂના ધંધા ચલાવવાના કેસમાં વૃદ્ધ મહિલાને આરોપી બનાવી છે. પૂર્વ કોર્પોરેટર ના અકરમ અંસારીની ૮૦ વર્ષીય માતા પર સુરત લીંબાયત પોલીસે પ્રોહિબિશન એકટ હેટળ ગુન્હો દાખલ કર્યો છે. જ્યારે આ સમગ્ર મામલે પૂર્વ કોર્પોરેટર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે કે તેની રાજનીતિક છબી ખરાબ કરવાના ઉદેશ્યથી કાવતરું રચવામાં આવ્યું છે.

અન્સારીના કહેવા અનુસાર તેમના ઘર પર લીંબાયત પોલીસ અચાનક જ તારીખ ૨૩ માર્ચ ૨૦૧૮ના રોજ બપોરના સમયે પહોંચી ગઈ હતી.પોલીસે તેમના ઘરની અંદર શોધખોળ કરી હતી. પરંતુ કોઈ શરાબ ની એક બોટલ મળી આવી નહોતી. જ્યારે તેમના મકાનથી દુર બીજાના ઘરમાંથી મળી આવેલા દારૂની બોટલમાં લીંબાયત પોલીસે તેમની ૮૦ વર્ષીય માતા સહિત અન્ય ૩ લોકો સામે પ્રોહિબિશનનો ગુન્હો દાખલ કરી તેમની માતા કે જે કોઈ સાધન વગર ચાલી પણ શકતી નથી અને તેઓ વયોવૃદ્ધ હોવાના કારણે બરાબર જાઈ પણ નથી શકતી તેની ધરપકડ કરી છે.તેઓ વધુમાં જણાવ્યું કે આ બાબતે તેઓએ સુરત પોલીસ કમિશ્નર ને લેખિતમાં રજુઆત કરી છે અને નિષ્પક્ષ તપાસની માંગણી કરી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY