વડોદરા,
તા.૨૯/૦૩/૨૦૧૮
બચત કરી વ્યાજે નાણાં ફેરવનાર ચેતજા…
વડોદરા શહેરના લહેરીપુરા વિસ્તારમાં મૂળ માલિક પાસેથી કમિશનથી દુકાન ચલાવવા લેનાર મુસ્લિમ વેપારી ઉંચા વ્યાજ આપવાની લાલચે ૧૦ કરોડનું ફુલેકુ ફેરવીને ફરાર થઈ ગયો હોવાનો કિસ્સો મુસ્લિમ સમાજમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. મળતી વિગતો પ્રમાણે શહેરના પૂર્વ વિસ્તારમાં રહેતા આ વેપારીએ પહેલા દુકાનમાં નોકરીથી શરૃઆત કરી હતી અને થોડા વર્ષો અગાઉ મૂળ માલિક પાસેથી કમિશનથી દુકાન ચલાવવા માટે લઈ લીધી હતી અને સાથે સાથે પોતે મકાનની લે વેચનુ કામ કરતો હોવાની વાત પણ ફેલાવી હતી.
છેલ્લા ત્રણેક વર્ષથી તેણે મહિને પાંચ થી સાત ટકાનુ વ્યાજ આપવાની લાલચ સાથે મુસ્લિમ સમાજમાંથી પૈસા ઉઘરાવવા માંડયા હતા.અમુકને તે નિયમિત રીતે વ્યાજ પણ આપતો હોવાથી લોકોને ભરોસો પડવા માંડયો હતો અને વધારે ને વધારે લોકો તેને વ્યાજે પૈસા આપતા ગયા હતા. જાકે કેટલાક સમયથી તેણે વ્યાજ ચૂકવવાનુ બંધ કરી દીધુ હોવાથી લેણદારોની પૈસા માટેની ઉઘરાણી શરૃ થઈ ગઈ હતી.તેવામાં છેલ્લા ૩ દિવસથી આ વેપારી ઘરને તાળુ મારીને પરિવાર સાથે ગાયબ થઈ જતા ખળભળાટ મચી ગયો છે.પૈસા આપનારા આ વેપારીની શોધખોળ ચલાવી રહ્યા છે.
એક અંદાજ મુજબ લોકોના ૧૦ કરોડ રૃપિયા આ વેપારી પાસે સલવાઈ ગયા છે.વેપારીએ કરેલુ ઉઠમણું મુસ્લિમ સમાજમાં પણ ચર્ચાની એરણે છે. બદનામીના ડરથી ફરિયાદ કરવા કોઈ આગળ નથી આવતુ મુસ્લિમ સમાજના જ કેટલાક જરૃરિયાતમંદ લોકાએ મહિને ફિક્સ આવક મળી રહે તો ગુજરાન ચાલે તેમ સમજીને વેપારીને પૈસા આપ્યા હતા.જ્યારે કેટલાકે વધારે પૈસાની લાલચે મોટી રકમ આ વેપારીને ધીરી હતી.પણ હવે જ્યારે વેપારી ગાયબ થઈ ગયો છે ત્યારે સમાજમાં બદનામી થશે તેમ વિચારીને લોકો ફરિયાદ કરતા ખચકાઈ રહ્યા છે.કારણકે મુસ્લિમ સમુદાયમાં વ્યાજ લેવાનુ યોગ્ય ગણવામાં આવતુ નથી.
લોકોએ ૫૦,૦૦૦થી માંડીને ૫૦ લાખ આપ્યા જેની દુકાન ચલાવવા લીધી તેના ૩૫ લાખ પણ સલવાયા પતિથી છુપાવીને પત્નીએ વ્યાજની લાલચે બચતની રકમ વેપારીને આપી હોવાના પણ કિસ્સા આ વેપારીને પૈસા આપનારામાં વિધવા મહિલાઓથી માંડીને મુંબઈના પરિવારનો પણ સમાવેશ થાય છે.પૂર્વ વિસ્તારની એક ખમતીધર મહિલાના ૫૦ લાખ સલવાયા હોવાની ચર્ચા છે.વેપારીને પોતાની બચતમાંથી ૫૦૦૦૦ રૃપિયાથી માંડીને ૧ લાખ રુપિયા આપનારા પણ છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"