જિલ્લાની ત્રણ નગરપાલિકાઓમાં ચીફ ઓફિસરોની ખાલી જગ્યાઓ માટે અરજીઓ મંગાવાઈ

0
139

સુરત:
સુરત જિલ્લાની કડોદરા, માંડવી અને બારડોલી નગરપાલિકાઓમાં ૧૧ માસના કરાર આધારીત ચીફ ઓફિસરોની જગ્યાઓ માટે પસંદગી સમિતિ દ્વારા નિવૃત મામલતદાર તથા નિવૃત્ત નાયબ મામલતદાર પાસેથી અરજીઓ મંગાવાઈ છે. ભરતી પ્રક્રિયા કલેકટર દ્વારા નિયત કરવામાં આવેલી શરતોને આધિન રહેશે. નિવૃત્ત નાયબ મામલતદાર, નિવૃત્ત મામલતદાર તથા નિવૃત નાયબ કલેકટરની સામે ખાતાકીય તપાસ ચાલુ ન હોવી જોઈએ. ખાનગી અહેવાલ સારા હોવા જોઈએ. ૬૨ વર્ષથી ઓછી વય ધરાવતા હોવા જોઈએ. સેવાઓ સંતોષકારક ન જણાય તો કલેકટર અથવા સરકાર દ્વારા ૧૧ માસ પહેલા કરાર આધારિત નિમણુંકનો અંત લાવી શકશે. તેઓ રાજયની અન્ય નગરપાલિકાઓમાં બદલી પાત્ર રહેશે. વેતન તરીકે નિવૃત્ત નાયબ મામલતદારને મહિને રૂા.૩૦,૦૦૦ તથા નિવૃત્ત મામલતદારને રૂા.૪૦,૦૦૦ આપવામાં આવશે. નિમણુંક ઈચ્છતા ઉમેદવારોએ પોતાની અરજી તા.૦૫/૦૪/૨૦૧૮ના રોજ સાંજના ૫.૦૦ વાગ્યા સુધીમાં મહેકમ શાખા, કલેકટર કચેરી, બી/૩, જિલ્લા સેવા સદન, અઠવાલાઈન્સ, સુરતને પોતાની સંપૂર્ણ વિગતો તથા ઉપરોકત લાયકાતના પ્રમાણપત્ર આધારે પુરાવા સાથે રૂબરૂમાં અથવા રજીસ્ટર્ડ પોસ્ટ એડી. દ્વારા મોકલી આપવાની રહેશે. તેમજ જિલ્લા કલેકટર મહેન્દ્ર પટેલ દ્વારા જણાવાયું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY