સુરત આરટીઓ દ્વારા ચાર-ચક્રીય વાહનોની ગોલ્ડન, સિલ્વર નંબરો માટે ઓનલાઈન હરાજી થશે

0
24

૨ થી ૪થી એપ્રિલ સુધીમાં ઓનલાઈન અરજી કરી શકાશે.
સુરતઃ
સુરતના પાલ સ્થિત આરટીઓ દ્વારા ચાર-ચક્રીય વાહનોના પસંદગીના નંબરો માટે ઓનલાઈન હરાજી કરવામાં આવશે. ચાર ચક્રિય વાહનોના GJ05.RC & GJ05.RDના ગોલ્ડન અને સિલ્વર નંબરના સિરીઝ ની હરાજી થશે. ઓનલાઈન હરાજીની અરજી તા.૦૨/૪/૨૦૧૮ થી તા.૪/૪/૨૦૧૮ દરમિયાન કરી શકાશે. જેમાં http:/parivahan.gov.in/fancy પર ઓનલાઈન ફોર્મ ભરી રજીસ્ટ્રેશન કરી ઈચ્છુક વાહન માલિકો ભાગ લ ઇ શકશે. હરાજીનું બિડિંગ તા.૪ થી ૬/૪/૨૦૧૮ના રોજ ઓપન થશે. તા.૭મી સુધીમાં ફોર્મ જમા કરવાના રહેશે.
અરજદારોએ સાત દિવસમાં ઓનલાઈન સી.એન.એ. ફોર્મ સબમિટ કરવાનું રહેશે. જો આ ફોર્મ રજૂ નહિ કર્યું હોય તો નંબરની ફાળવવા કરવામાં નહિ. વાહનના સેલ લેટરમાં સેલ તારીખથી ૬૦ દિનની અંદરના જ અરજદારો હરાજીમાં ભાગ લઇ શકશે. સમયમર્યાદાની બહારની અરજીઓ રદ કરવામાં આવશે તેમ પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી, સુરત, પાલ દ્વારા જણાવાયું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY