સુરત પીએનબી કૌભાંડ નીરવ મોદી વેટ વિભાગ તપાસ મામલો …

0
119

સુરત વેટ વિભાગે એસેસમેન્ટ કર્યું નીરવ મોદીની હજાર કરોડની નિકાસ બોગસ સાબિત થતાં 104 કરોડની માંગ સુરત સેઝમાં આવેલી નીરવ મોદીની ફાયર સ્ટાર ડાયમંડ, ફાયર સ્ટાર ઇન્ટરનેશનલ, સોલાર ડાયમંડ અને ડાયમંડ વર્ષ 2013-14નું એસેસમેન્ટ (ઓડિટમૂલ્યાંકન) શરૂ કર્યું હતું જેમાં એક હજાર કરોડના નિકાસના પુરાવા આપવામાં આવ્યા ન હતા. આથી વેટ વિભાગે નોટિસ આપીને ખુલાસો માંગ્યો હતો, જેનો જવાબ નીરવ મોદી એન્ડ કંપની દ્વારા આપવામાં નહીં આવતા આખરે વેટ અધિકારીઓએ એક તરફી એસેસમેન્ટ કરીને 150 ટકા જેટલી પેનલ્ટી લગાવીને રૂપિયા 104 કરોડની ડિમાન્ડ ઊભી કરી દીધી છે. આ રૂપિયા 35 દિવસની અંદર ભરવાના રહેશે.

આ બે ગંભીર તારણો વેટ વિભાગે કાઢ્યાં નિકાસ માટેના જે દસ્તાવેજ રજૂ કરવામા આવ્યા તેને ડીજીએફટીની વેબસાઇટ પર ચેક કરવામાં આવ્યા તો તેમાં માત્ર 2479 કરોડની નિકાસ જ મંજૂર કરવામાં આવી, જ્યારે 998 કરોડની નિકાસ નામંજૂર કરી દેવામાં આવી છે, જેમાં પુરાવા રજૂ કરાયા નથી. એફ -ફોર્મ રજૂ કર્યા વગર જ રૂ. 39.69 કરોડનો માલ શાખા ટ્રાન્સફર બતાવવામાં આવ્યો, જેના પુરાવા ન આપવામાં આવ્યા.

5 માર્ચ ના રોજ એબીપી અસ્મિતા એ અહેવાલ રજૂ કર્યો હતો. ઓથોરિટી પત્ર, ખરીદી અને વેચાણ સારાંશ, ઇન્કમ ટેક્સ ઓડિટ રિપોર્ટ, ખરીદીના બિલો, આયાત રજિસ્ટર, એક્સચેન્જ કંટ્રોલ ફોર્મ રજૂ ન કરવામાં આવ્યા હતા. નીરવ મોદીએ શિપિંગ બીલ, નિકાસ જનરલ અને મેનિફેસ્ટો, બીઆરસી, વાર્ષિક રીટર્નફોર્મ-205, ઓડિટ રિપોર્ટ, સીએ પ્રમાણપત્ર, રૂ. 998.21 કરોડ નિકાસના પુરાવા, રૂ. 39.60 કરોડના હીરાની લોકલ ટ્રાન્સફરના પુરાવા, વેચાણના દસ્તાવેજ અને વિગતો રજૂ કરી નથી…

આ માટે અધિકારીઓએ શો-કોઝ નોટિસ સેઝની 4 યુનિટ અને બેલ્જિયમ સ્કવેરની ઓફિસની બહાર ચોંટાડાવી હતી. 15મી માર્ચ સુધી કોઈ જવાબ ન આવતાં અધિકારીઓએ વન સાઇડ એસેસમેન્ટની કામગીરી પૂર્ણ કરીને 104.10 કરોડની ડિમાન્ડ ઊભી કરી દીધી હતી. હવે આ કેસમાં જે તે પાર્ટીએ 35 દિવસની અંદર ડિમાન્ડ ભરવાની રહેશે.

જો તે લડવા માગતા હોય તો 60 દિવસની અંદર અપીલ માટે અરજી કરવાની રહેશે. જો અરજી ન થાય તો ડિપાર્ટમેન્ટ મિલકત સીઝ કરવાની પ્રોસેસ કરશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY