મહિલાને રેપથી બચાવવા ચાલુ ટ્રેનમાંથી કોન્સટેબલ કૂદી પડ્યો..!

0
110

ચેન્નાઈ,તા.૨૬
રેલવે સુરક્ષા દળ (આરપીએફ)ના એક કોન્સ્ટેબલે સોમવારે જીવ જાખમમાં મુકી પોતાની ફરજ નિભાવી હતી. કોન્ટેબલે એક ૨૫ વર્ષીય મહિલા પર જબરજસ્તી કરી રહેલા યુવકની ધરપકડ કરી મહિલાને યુવકના સંકજામાંથી બચાવી લીધી હતી. એમઆરટીએસ ટ્રેનમાં મહિલા સાથે દુષ્કર્મ કરી રહેલા આરોપીની ઓળખ ૨૬ વર્ષીય સત્યરાજ તરીકે થઇ છે. અને પોલીસ દ્વારા તેની ધરપકડ કરાઇ છે.
આરપીએફ કોન્સ્ટેબલ કે.શિવાજી અને સબઇન્સપેક્ટર એસ.સુભાષ નાઇટ પેટ્રોલના સ્ટાફના સભ્યો છે અને તેઓ વેલ્લાચેરીથી ચેન્નાઇ જઇ રહેલી ટ્રેનમાં ડ્યૂટી કરી રહ્યા હતા. રાત્રિના લગભગ ૧૧.૪૫ મિનિટે તેમને બાજુના કોચમાંથી મહિલાની ચીસો સંભળાઇ હતી. પોલીસ અધિકારીએ જણાવ્યું કે ચિંતાદ્રિપોટ સ્ટેશનથી ટ્રેન આગળ નિકળી ગઇ હતી અને એમઆરટીએસમાં એવા કોચ નથી જેમાં એક કોચથી બીજા કોચમાં ટ્રેનની અંદરથી જ ચાલીને જઇ શકાય.
તેમણે કહ્યુ કે કોન્સટેબલ શિવાજીએ તેના પછીના હોલ્ટ પાર્ટ ટાઉન પર જ્યારે ટ્રેન થોડી ધીમી થઇ ત્યારે તેઓ ટ્રેનમાંથી કૂદી પડ્યા હતા. ત્યારબાદ તેઓ બીજા કોચમાં પહોંચ્યા ત્યાં કોન્સ્ટેબલે જાયું કે એક યુવક મહિલા સાથે જબરજસ્તી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. કોન્સ્ટેબલે યુવકને ધક્કો મારી મહિલાને છોડાવી ત્યાં સુધી આરપીએફની ટીમ પણ કોચમાં આવી પહોંચી હતી.
અધિકારીઓએ જણાવ્યું કે મહિલા બેહોશીની હાલતમાં હતી. મહિલાના હોંઠ પરથી લોહી નિકળી રહ્યુ હતું અને તેના કપડા પણ ફાટેલા હતા. અધિકારી દ્વારા તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવી મહિલાને હાસ્પિટલ લઇ જવામાં આવી હતી. ડૉક્ટર્સે જણાવ્યું કે મહિલાની હાલત સ્થિર છે. જીઆરપીએ આરોપીની ધરપકડ કરી તેના વિરૂદ્ઘ રેપ સંબંધી ધારા હેઠળ કેસ નોંધી આરોપીને કોર્ટમાં હાજર કરાયો હતો. અને ત્યારબાદ તેને જેલ ભેગો કરાયો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY