બાળક પ્રેશ્રક ગેલેરીમાંથી કૂદીને આવ્યો હતો તો સુરક્ષા કર્મીઓ ક્યાં હતા.??

0
88

વડોદરા,
તા.૧૭/૪/૨૦૧૮

સ્વમિંગપૂલમાં ડૂબી જવાથી બાળકના મોતને મામલે ગળે ન ઉતરે તેવો ખૂલાસો

વડોદરામાં લાલબાગ સ્વમિંગ પૂલમાં ૧૦ વર્ષીય બાળક ડૂબી જવાના મામલે મોટો ખુલાસો કરવામાં આવ્યો છે. જા કે આ ખુલાસો ગળે ઉતરે તેવો નથી. સ્વમિંગ પૂલ સત્તાવાળાઓનું કહેવું છે કે બાળક પ્રેશ્રક ગેલેરીમાંથી કૂદીને આવ્યો હતો. જ્યારે સવાલ એ થાય છે કે આવા સંજાગોમાં સુરક્ષા કર્મીઓ ક્્યાં હતા. વળી પ્રેક્ષક ગેલેરીની દિવાલ જાડી અને ૧૨ ફૂટ ઉંચી હતી તો તે કોના કેવાથી ૪ ફૂટની કરી દેવામાં આવી હતી ?

વડોદરા લાલબાગ સ્વમિંગ પૂલમાં ૧૦ વર્ષીય બાળક ડૂબી જવાના મામલે મોટો ખુલાસો થયો છે તે એ છે કે બાળક કોઈ રજીસ્ટર્ડ તરણવીર કે ટ્રેઈની નથી, તે માત્ર જાવા આવ્યો હતો. તે પ્રેક્ષક ગેલેરીમાંથી જાડી દિવાલ કૂદીને પૂલમાં પડ્યો હતો.

લાલ બાગ સ્વમિંગ પૂલના મેનેજર બચુભાઇ રાઠવાએ જણાવ્યું કે આ બાળક જાડી કૂદીને આવી ગયો. કોચનું ધ્યાન ન રહ્યું જેથી આ ઘટના બની. જાકે મેનેજરે કબુલ્યું કે સુરક્ષા કર્મી તૈનાત કરવાની જરૂર હતી. જે હવે કરવામાં આવશે. જાકે જાણવા એ પણ મળ્યું કે જે જાડી કૂદી બાળક અંદર આવ્યો તે પહેલા ૧૨ ફૂટ હતી જે હાલ ૪ ફૂટ કરી દેવામાં આવી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY