ભાવનગરથી સુરત-અમદાવાદ વચ્ચે હવાઈ સેવાનો પ્રારંભ

0
37

ભાવનગર,
તા.૧૭/૪/૨૦૧૮

ભાવનગરથી સુરત અને અમદાવાદ વચ્ચે હવાઈ સેવા કરવામાં આવી છે જેમાં જીતું વાઘાણી, ભુપેન્દ્રસિંહ ચુડાસમા સહિતના નેતાઓએ પ્રથમ મુસાફરી કરી હતી. આ સેવાને આવકારવાનો અને આ ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળનો આભીવાદન કરવા માટે ભાવનગર એરપોર્ટ ખાતે આવકારવા અભિવાદન સમરોહ રાખવામાં આવ્યો છે.

ઘણા લાંબા સમયની માંગ અને ભાવનગરની જનતાની જરૂરિયાત ને લઈને ભાવનગરના સાંસદ ભારતીબેન શિયાળ દ્વારા સતત રજુઆતો કરતા આજથી ભાવનગર અમદાવાદ સુરત વચ્ચેની એર ઓડીશા દ્વારા વિમાની સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો. આજે આ એર ઓડીશામાં પ્રથમ મુસાફરી માં કેબીનેટ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ જીતુ વાઘાણી સહિતના નેતાઓએ કરી હતી.

ભાવનગર માટે શરુ થયેલ આ ઉડાન સેવાને આવકારવાનો તેમજ સાંસદ ભારતીબેન શિયાળનો અભિવાદન સમારોહ કાર્યક્રમ વિવિધ સંસ્થાઓ દ્વારા ભાવનગર એરપોર્ટ ખાતે રાખવામાં આવ્યો હતો, જ્યાં મોટી સંખ્યામાં ભાવનગરના વિવિધ સંસ્થાના આગેવાનો, પદાધિકારીઓ ઉપસ્થત રહ્યા હતા. આ અભિવાદન સમરોહમાં ખાસ ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ જીતુ વાઘાણી, કેન્દ્રીય મેયર નિમુબેન બાંભણીયા સહિતના પદાધિકારીઓ અને આગેવાનો હાજર રહ્યા હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY