સુરતની ઘરદીઠ આવક સમગ્ર રાજયમાં સૌથી વધુ : રિસર્ચ

0
15

સુરત,તા.૧૮
એક રિસર્ચ મુજબ સમગ્ર રાજયમાં વિવિધ શહેરોમાં વસતા લોકોની ઘરદીઠ આવક કરતા સુરતમાં રહેતા લોકોની ઘરદીઠ આવક વધુ છે. વર્ષ ૨૦૦૮માં આ આવક ૪.૫૭ લાખ રૂપિયા હતી. જે વર્ષ ૨૦૧૮માં વધીને ૧૦.૮૦ લાખ રૂપિયા થઈ છે.
નેશનલ કાઉન્સિલ ઓફ એપલાઈડ ઈકોનોમિક્સ રિસર્ચ અને ફયુચર કેપિટલ રિસર્ચના રૂપા પુરષોતમે આ અંગે વર્ષ ૨૦૦૮માં રિસર્ચ કર્યું હતું. તે મુજબ સુરતની ઘરદીઠ આવક ૪.૫૭ લાખ રૂપિયા હશે અન તે દેશમાં સૌથી વધુ હશે.
ઓકસફોર્ડ ઈકોનોમિક્સના રિસર્ચ મુજબ શહેરમાં વસતા લોકોની ઘરદીઠ આવક વધીને ૧૦.૮૦ લાખ થઈ હોવા છતા હાલ શહેરનો રેન્ક દેશમાં ૫મો છે.
ગત વર્ષે અર્નેસ્ટ એન્ડ યંગ ઈન્ડિયાએ તેના રિપોર્ટમાં સુરત અને જયપુર શહેરને વર્ષ ૨૦૧૮ના નવા મેટ્રો ગણાવ્યા હતા. અને ઘરદીઠ આવક ૮૦૦ બિલિયન રૂપિયા રહેવાનું જણાવ્યું હતું.
વર્ષ ૨૦૧૫-૨૦ દરમિયાન શહેરની રેકોર્ડ જીડીપી ૮.૭% ટકા રહેવા અંગેનું અનુમાન પણ ઈવાયએ કર્યું છે. ત્રણ જેટલા પ્રોફેશનલ ઓર્ગેનાઈઝેશન્સના રિસર્ચ પરથી એક વાત કહી શકાય કે સુરતનો સતત ગ્રોથ થઈ રહ્યો છે.
ઓક્સફોર્ડ ઈકોનોમિક્સે કરેલા એક રિસર્ચમાં જણાવ્યું છે કે અગામી વર્ષોમાં સુરતનું નેટ વેલ્યુ અ‹નગ વધુ રહેશે. આ સમગ્ર વાત શહેરમાં સતત વધી રહેલા ટેક્સટાઈલ અને ડાયમન્ડ બિઝનેસને અનુલક્ષીને કહેવામાં આવી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY