ત્રણ કોર્પોરેટરોએ મહિલા પર પાઈપથી હુમલો કરતા પોલીસ ફરીયાદ નોંધાઈ

0
61

જુનાગઢ,તા.૨૩/૦૨/૨૦૧૮

જૂનાગઢના જાષીપરા વિસ્તારમાં નર્મદાની પાણી લાઈન બાબતે ભા.જ.પ. ના મહિલા સુરક્ષા સમિતીના સભ્યની રજૂઆત સામે આ વિસ્તારના ભા.જ.પ. ના જ કોર્પોરેટરોએ ઉશ્કેરાઈ જઈ પાઈપ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસ ચોપડે ફરીયાદ નોંધાઈ છે. જા કે સામે પક્ષે કોર્પોરેટરોએ એ બહેન માનસીક રોગથી પિડાય છે અને અગાઉ પણ બે વખત આવી માથાકુટ કરેલ હોવાનું કહી આ ફરીયાદ જ ખોટી છે બનાવ સમયે હું હાજર ન હતો, માર્કેટીંગ યાર્ડ ગયો હતો અને એક જ કુટુંબના હોય સમાધાન કરાવવા માટે ત્યાં ગયો જેથી મારૃ નામ ફરીયાદમાં લખાવ્યું છે તેમ એક અન્ય કોર્પોરેટરે જણાવ્યુ છે.

આ અંગે બી-ડિવીઝનમાંથી પ્રાપ્ત વિગતો મુજબ જાષીપરાના શિવનગરમાં રહેતા ફરીયાદી સુમીતાબેન કેશુભાઈ પટેલ શુક્રવારે સવારના સમયે આ વિસ્તારના કોર્પોરેટર ગોપાલ રાખોલીયા, યોગેશ પાનસુરીયા અને હરેશ પરસાણાને નર્મદા પાઈપલાઈનના કનેક્શન બાબતે રજુઆત કરી હતી. જેથી ઉશ્કેરાઈ જઈને આ ત્રણેય કોર્પોરેટરોએ પાઈપથી હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની પોલીસમાં ફરીયાદ થઈ છે.

આ બનાવમાં હરેશ પરસાણા અને યોગેશ પાનસુરીયા સામે મદદગારી કર્યાનું આ પોલીસ ફરીયાદમાં જણાવાયું છે. દરમિયાનમાં આ વિસ્તારના કોર્પોરેટર ગોપાલ રાખોલીયા અને યોગેશ પાનસુરીયાએ જણાવ્યુ છે કે એ બહેન મગજની બીમારીથી પિડાય છે, અગાઉ પણ બે વખત આ બાબતે માથાકુટ કરી ચુકેલ છે અને આ ફરીયાદ જ ખોટી છે જ્યારે હરેશ પરસાણાએ જણાવ્યુ છે કે બનાછ સમયે હું હાજર ન હતો, હું માર્કેટીંગ યાર્ડમાં હતો. બન્ને એક જ કુટુંબના હોય હું સમાધાન કરાવવા ત્યાં ગયો હતો જેથી ફરીયાદમાં મારૃ નામ લખાવાયુ છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY