સુરતમાં પ્રદુષણનું કહેરઃ વૃદ્ધો બન્યા શિકાર

0
8

સુરત,તા.૧૭
સુરતના પાંડેસરા વિસ્તારમાં ડાઇંગ અને પ્રોસેસીંગ મીલોની આજુબાજુની સોસાયટીમાં રહેતા ૩૦તી વધુ વ્યક્તિઓ રાત્રે હવા પ્રદુષણનો ભોગ બન્યા હતા. વાતાવરણમાં ઝેરી કેમીકલ્સનું પ્રમાણ વધારે હોવાના કારણે ખાસ કરીને વૃદ્ધોને શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગી હતી. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં એકાએક ૩૫ જેટલા દર્દીઓ શ્વાસની કમ્પલેઇન લઇને આવતા તબીબો પણ વિચારમાં પડી ગયા હતા.
નવી સિવિલ હોસ્પિટલમાંથી મળતી માહિતી મુજબ પાંડેસરાની જય ક્રિષ્ણા નગર સોસાયટી, શાંતિ નિકેતન, લક્ષ્મી નગર, ભકિતનગર, ત્રિપાઠી નગર, જય અંબે સોસાયટી, તિરુપતિનગર, શક્તિનગર, બાલાજીનગર સહિત અલગ અલગ સોસાયટીમાંથી આ દર્દીઓ આવ્યા હતા. જેમાં મોટાભાગના ૫૦થી ૭૦ વર્ષની ઉંરના હતા. ઉલ્લેખનીય છે કે, શીયાળાની સિઝન શરૂ થતા જ શહેરમાં ભેદી દુર્ગંધ કહો કે ગેસની તીવ્ર વાસ આવવાની શરૂ થઇ જાય છે. ત્યારે આ સમસ્યાનો ઉકેલ તંત્ર ક્યારેય લાવી શક્યું નથી. ત્યારે એવામાં બુધવારે બનેલી ઘટના એ ખતરાની ઘંટી સમાન છે. આ કિસ્સાઓ જા એકાએક વધવા લાગ્યા તો શહેરને પ્રદૂષિત શહેર બનતા વાર નહીં લાગે.
હવામાં કેમીકલ, ઝેરી તત્વ, ધૂળ નું પ્રમાણ જા વધારે હોય તો શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય છે ત્યારે પાંડેસરા વિસ્તારમાં ઔદ્યોગિક એકમો રાત્રીના સમયે આવો ધુમાડો છોડતા હોવાના કારણેદર વર્ષે સુરતમાં રાત્રી દરમ્યાન તીવ્ર દુર્ગંધ આવતી હોય છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY