જયપુર,તા.૧૭
રાજસ્થાન વિધાનસભાની ચૂંટણી માટે બીજેપીએ પોતાની ત્રીજી યાદી જાહેર કરી દીધી છે. આ યાદીમાં ૮ ઉમેદવારોના નામ છે. શનિવારે જાહેર કરેલી ત્રીજી યાદીમાં સુરેન્દ્ર પાલ સિંહ ટીટીને ટિકીટ આપવામાં આવી છે, જ્યારે ઘણા ધારાસભ્યોને ટિકીટ કાપી નાખવામાં આવી છે.
સવાઇ માધોપુર સીટથી ધારાસભ્ય અને જયપુર રાજઘરાનેના સભ્ય દીયા કુમારીને ટિકીટ કાપવામાં આવી છે. તેની જગ્યાએ આશા કુમારી મીણાને ઉમેદવાર બનાવવામાં આવી છે. એક દિવસ પહેલા બીજેપીમાં સામેલ થયેલા રામકિશોર સૈનીને બાંદીરુઇથી ટિકીટ આપવામાં આવી છે.
બીજેપીની ત્રીજી યાદીમાં સુરેન્દ્ર પાલ સિંહ ટીટી (કરનપુર), મહેન્દ્ર પાલ મીણા જમવા રામદઢ, સંદીપ દાયમા (તિજારા), મહેન્દ્ર યાદવ (બાનસૂર), રોહિતાશ શર્મા (થાનાગાજી), રામકિશોર સૈની (બાંદીકુઇ), આશા મીણા (સવાઇ માધોપુર) અને રામસહાય મીણા (નિવાઇ)નું નામનો સમાવેશ થાય છે.
બીજેપી અત્યાર સુધી ૧૭૦ ઉમેદવારો નક્કી કરી દીધા છે. પાર્ટીની પહેલી યાદીમાં ૧૩૧ અને બીજી યાદીમાં ૩૧ ઉમેદવારોના નામોની જાહેરાત થઇ હતી. તમને જણાવી દઇએ કે, રાજસ્થાનમાં ૨૦૦ સીટો છે. ૧૯ નવેમ્બરે ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ છે. ૭ ડિસેમ્બરે વોટિંગ કરશે.
શનિવારે કોંગ્રેસે જાહેર કરેલ બીજી યાદીમાં સૌથી મુખ્ય નામ માનવેન્દ્ર સિંહનું હતું. ઉલ્લેખનીય છે કે, માનવેન્દ્ર સિંહ આ પહેલાં ભાજપામાં સાંસદ હતા અને ચૂંટણી પહેલાં જ તેઓ કોંગ્રેસમાં જાડાયા હતા. માનવેન્દ્ર સિંહ પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ભાજપાના દિગ્ગજ નેતા જસવંત સિંહના પુત્ર છે. ગઇ ચૂંટણીમાં પરસ્પર વિવાદો સર્જાતા માનવેન્દ્ર સિંહે ભાજપા છોડીને કોંગ્રેસનો હાથ પકડ્યો હતો. તેમની અપેક્ષા મુજબ કોંગ્રેસે તેમને રાજસ્થાનના મુખ્યમંત્રી પદની ચૂંટણી લડવા માટે ઉતાર્યા છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



