ગાંધીનગર,તા.૧૮
મોંઘવારીની જ્યારે આપણે વાત કરતા હોઈએ છીએ ત્યારે એમ માનીને ચાલતા હોઈએ છીએ કે બધે જ છે અને બધે જ એકસરખી નડે છે. જી ના, એવું નથી. દરેક શહેરની પોતાની મોંઘારત અને સસ્તાઈ હોય છે. ગુજરાત સરકારના ૨૦૧૭-૧૮ના સામાજિક-આર્થિક સર્વેક્ષણ મુજબ રાજકોટ ગુજરાતમાં રહેવા માટે સૌથી મોંઘું શહેર છે. તેનો કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ રાજ્યના બીજા શહેરોની તુલનાએ સૌથી ઊંચો છે.
આરબીઆઈ ફુગાવાનો દર નક્કી કરતી વખતે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સને ધ્યાનમાં લે છે. અગાઉ હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સને ગણનામાં લેવાતો. આ બંને સૂચકાંકો કયા શહેરનું કોસ્ટ ઓફ લિવિંગ કેટલું છે તે જાણવામાં મદદરૂપ બને છે. કોસ્ટ ઓફ લિવિંગમાં રહેવું, ખાવું-પીવું, ભણવું, જાહેર પરિવહન બધું જ આવી જાય છે.
૨૦૧૭-૧૮ના રાજ્ય સરકારના ઇકોનોમિક સર્વે પ્રમાણે અમદાવાદનો સીપીઆઈ ૨૬૨, ભાવનગરનો ૨૬૧, રાજકોટનો ૨૭૦, વડોદરાનો ૨૬૨ અને સુરતનો ૨૫૧ છે. આમ ગુજરાતમાં રહેવા માટે સૌથી ઓછા મોંઘા શહેરમાં સુરત આવે છે. વડોદરા અને અમદાવાદ એકસરખા મોંઘા છે જ્યારે રાજકોટ સૌથી મોંઘું છે. આ આંકડા નાણાકીય વર્ષ ૨૦૧૬-૧૭ના છે. ઇન્ડેક્સ ઔદ્યોગિક કામદારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવ્યો છે.
તમામ કામદારોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવેલો ગુજરાતનો ૨૦૧૬-૧૭નો સીપીઆઈ ૯૦૦ છે જ્યારે ભારત દેશનો ૮૭૩ છે. મતલબ ગુજરાત દેશના અન્ય રાજ્યો કરતા વધારે મોંઘું છે.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



