પાઈ-પાઈનો હિસાબ આપવો મારી જવાબદારી,તમે મારા માલિક અને હાઈકમાન્ડ : મોદી

0
17

વારાણસી,તા.૧૮
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે વારાણસી સ્થિત હિન્દુ યુનિવર્સિટીમાં જાહેર સભાને સંબોધીને કાશીના લોકોને ૫૫૦ કરોડના વિકાસના કામ માટે ભેટ આપી હતી. તેમણે પાછલી સરકારો પર પ્રહારો કરતાં કહ્યું કે તમે તો એ વ્યવસ્થાના સાક્ષી રહ્યાં છો જ્યાં આપણી કાશીને ભોળાના ભરોસે, પોતાના હાલ પર છોડી દીધા હતા. તેમણે કેન્દ્ર અને રાજ્ય સરકારની કેટલીય યોજનાઓ ગણાવતા વારાણસીમાં રસ્તા, રેલ, ગેસ, એલઇડી, વાયુસેવા માટે કરાયેલા કામની માહિતી આપી અને કહ્યું કે તેઓ માત્ર એક વડાપ્રધાન જ નહીં પરંતુ સંસદ તરીકે પણ પોતાના કામનો હિસાબ આપવાની જવાબદારી સમજે છે. મોદીએ લોકોને જણાવ્યું કે તમે જ મારા માલિક છો અને તમે જ હાઈકમાન્ડ છો.
તેમણે કહ્યું કે વિકાસનું આ કામ વારાણસી શહેરમાં જ નહીં પરંતુ આજુબાજુના ગામડાં સાથે પણ જાડાયેલ છે. તેમણે કહ્યું કે વારાણસીમાં હજારો કરોડના અનેક રસ્તા પ્રોજેક્ટસ ચાલી રહ્યાં છે. મડુઆડીહ ફલાયઓવરનું કામ પૂરું થઇ ચૂકયું છે. ગંગા નદી પર બનેલા ઘાટનું કામ પૂરું થવાથી રામનગર આવવા-જવાનું સરળ થઇ જશે. કેટલાંય દાયકાથી અંધારા પુલને પહોળો કરવાનું કામ અટકયું હતું. આ કામને પણ પૂરું કરાયું છે.
તેમણે જૂની સરકારો પર પ્રહારો કરતાં કહ્યું કે રિંગ રોડનું કામ ફાઇલોમાં દબાયેલું હતું. ૨૦૧૪મા આપણે શરૂ કર્યું પરંતુ યુપીમાં પહેલાં જ સરકારે પ્રોજેકટમાં ગતિ આવવા દીધી નથી. યોગી સરકારના આવ્યા બાદ ઝડપથી કામ પૂરા થયા. બિહાર નેપાળ ઝારખંડ મધ્યપ્રદેશ જનાર રસ્તાને પહોળા કરાઇ રહ્યાં છે. નેશનલ હાઇવે ૭ દ્વારા વારાણસીથી સુલતાનપુર, ગોરખપુર, હંડિયા રસ્તા સંપર્ક માર્ગ માટે ૧૦૦૦ કરોડ રૂપિયા નક્કી કરાયા. તેમણે કહ્યું કે પૂર્વ ભારતના ગેટવે તરીકે વારાણસીનો વિકાસ કરાઇ રહ્યો છે.
તમે ભલે મને પીએમ પદની જવાબદારી આપી હોય. પરંતુ હું એક સાંસદ હોવાના નાતે પણ તમારા કામના હિસાબ માટે જવાબદાર છું. આજે હું ચાર વર્ષમાં એક સાંસદ તરીકે શું કામ કર્યું, તેની એક નાનકડી ઝલક દેખાડી. હું માનું છું કે જનપ્રતિનિધિ હોવાના નાતે, તમારો સેવક હોવાના નાતે, તમે મારા માલિક છો, તમે મારા હાઇકમાન છો. આથી પાઇ-પાઇ, પળ-પળનો હિસાબ આપવો મારી જવાબદારી છે.
વારાણસીમાં થઇ રહેલા વિકાસના સાક્ષી અહીં એરપોર્ટ પર આવનાર લોકો પણ બની રહ્યા છે. વિમાનથી વારાણસી આવનારા લોકો અને ટુરિસ્ટોની સંખ્યા નિરંતર વધતી રહી છે.
તેમણે કહ્યું કે અડધા શહેરમાંથી લટકતા તાર ગાયબ થઇ ગયા છે. બાકી જગ્યાઓ પર પણ આ તારોને જમીનની અંદર પાથરવાનું કામ ઝડપથી ચાલુ છે. તેમણે કહ્યું કે વીજળી સાથે જાડાયેલા પાંચ પ્રોજેક્ટમાંથી એકમાં જૂના કાશીમાં વીજળીના લટકતા તારોમાંથી છુટકારો મેળવવાનું કામ ચાલુ છે. તેમણે કહ્યું કે નવા વિદ્યુત ઉપકેન્દ્રથી ઓછા વોલ્ટેજની સમસ્યથી છુટકારો મળશે. પીએમે કહ્યું કે એલઇડી બલ્બથી રોશની વધી છે અને વીજળીના બીલમાં ઘટાડો આવ્યો છે. તેમણે કહ્યું કે આનાથી કરોડો રૂપિયાની બચત થઇ છે. આ સિવા વારાણસીને છપરા અને ઇલાહાબાદથી જાડતા ટ્રેકને ડબલિંગ કરવાનું કામ ચાલી રહ્યું છે. વારાણસીથી નવી દિલ્હી, વડોદરા, અને પટના જવા માટે મહામના જેવી ટ્રેનો ચાલે છે. વારાણસીને દેશના અન્ય શહેરો સાથે રેલ કનેક્ટિવિટી છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઘણી વધી. કાશીમાં ટ્રાફિક વ્યવસ્થાને ઇંટિગ્રેટ કરાય રહી છે. ઇન્ટિગ્રેટેડ કમાન્ડ સેન્ટર દ્વારા શહેરની તમામ સુવિધાઓ પર નજર રખાશે.
સ્વચ્છતા અભિયાનની સફળતા અંગે કહ્યું કે કાશીએ સ્વચ્છતાના મામલામાં પરિવર્તન દેખાડ્યું છે. શેરીઓ, ઘાટ, રસ્તા પર સ્વચ્છતા હવે સ્થાયી થઇ ચૂકી છે. જાપાનના પીએમ શિન્ઝ આબે સહિત કેટલાંય વિદેશી નેતાઓએ વારાણસીના વખાણ કર્યા છે. જાપાને તો કાશીને કન્વેંશન સેન્ટર ગિફ્ટમાં આપ્યું છે.

(જી.એન.એસ)

જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY