વડોદરા,તા.૨૨
વડોદરા શહેરના ગોત્રી રોડ પર રહેતા યુવાને ધૂળેટીના દિવસે પત્ની સાથે ઝઘડો થયા બાદ ગળે ફાંસો ખાઇને આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ મામલે તપાસ હાથ ધરી હતી.
વડોદરા શહેરના ગોત્રી રોડ પર આવેલા ડી-૨૪, સૌરભ ટેનામેન્ટમાં સુરેશ ગણેશભાઇ ઉમાવત(ઉ.વ.૩૨) પત્ની સાથે રહેતો હતો. બંનેના લગ્ન ૩ વર્ષ પહેલા થયા હતા. અને યુવાન ટાઇલ્સ ઘસવાનું કામ કરતો હતો. ધૂળેટીના દિવસે કોઇક કારણોસર પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડા બાદ યુવાને પોતાના રૂમમાં જઇને ગળે ફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




