સુરેન્દ્ર નગર જિલ્લામાં ઝીણીધારે ચોમાસુ જામતું જાય છે. તા.૨૦/૭/૨૦૧૮ના સવારના ૬-૦૦ વાગ્યાં સુધીમાં મોસમનો કૂલ વરસાદ ૧૮.૪૬ ટકા સરેરાશ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ચુડા તાલુકમાં ૩૭.૬૩ ટકા તાથા ચોટીલા તાલુકામાં ૨૯.૮૩ ટકા જેટલો નોંધાયો છે. જયારે સૌથી ઓછો વરસાદ લખતર તાલુકામાં ૪.૧૧ ટકા જેટલો નોંધાયો છે.
જયારે છેલ્લાછ ૨૪ કલાક દરમ્યા ન ચોટીલા તાલુકામાં ૩૫ મી.મી. અને લીંબડી તાલુકામાં ૧૮ મી.મી. વરસાદ નોંધાયો છે.
ચોટીલા તાલુકામાં મોસમનો કૂલ વરસાદ ૧૯૬ મી.મી., ચુડા તાલુકામાં ૨૧૦ મી.મી., દસાડા તાલુકામાં ૯૬ મી.મી., ધ્રાંગધ્રા તાલુકામાં ૧૪ મી.મી., લખતર તાલુકામાં ૨૪ મી.મી., લીંબડી તાલુકામાં ૧૪૦ મી.મી., મુળી તાલુકામાં ૮૩ મીમી., સાયલા તાલુકામાં ૭૭ મીમી., થાનગઢ તાલુકામાં ૧૧૯ મી.મી. અને વઢવાણ તાલુકામાં ૧૨૫ મી.મી. જેટલો નોંધાયો છે.
રીપોટર : દિપકસિંહ વાઘેલા, લીંબડી
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે


"વંદે માતરમ ,ભારત માતાકી જય"



